આટલા મહાન કલાકારની ગાળો પણ પ્રસાદ જેવી હોય છે

0
30
Share
Share

મુંબઈ,તા.૧૮

વરિષ્ઠ એક્ટર નસીરુદ્દીન શાહે સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી ઈન્ડસ્ટ્રીમાં શરૂ થયેલી ઈનસાઈડર-આઉટસાઈડર વચ્ચેની દલીલને બકવાસ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે અહીંયા કોઈ મૂવી માફિયા નથી. આ સાથે જ સુશાંતના મોતને દુઃખદ ઘટના ગણાવીને કહ્યું હતું કે કેટલાક લોકો આનો ઉપયોગ પોતાના અંગત સ્વાર્થ માટે કરી રહ્યા છે. નસીરુદ્દીન શાહે આ વાતો એક ઈન્ટરવ્યૂમાં કહી હતી. તેમણે કંગનાનું નામ લીધા વગર તેની પર શાબ્દિક પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે એક ઓછું ભણેલી એક્ટ્રેસ શું બોલી રહી છે, તે જાણવામાં તેમને કોઈ રસ નથી. કંગનાએ આ આક્ષેપો પર કહ્યું હતું કે મહાન કલાકારની ગાળો પણ પ્રસાદ જેવી હોય છે. સુશાંતના મોત અંગે વાત કરતા નસીરે કહ્યું હતું, આ દુઃખદ છે, બહુ જ દુઃખદ છે.

જ્યારે તે યુવકનું મૃત્યુ થયું ત્યારે મને ઘેરો આઘાત લાગ્યો હતો. હું તેને ઓળખતો નહોતો પરંતુ તેનું ભવિષ્ય ઉજ્જવળ હતું. ઘણાં લોકો ગંભીરતાથી બકવાસ કરી રહ્યા છે પરંતુ મને આ બધા સામે કોઈ વાંધો નથી. જે વ્યક્તિના મનમાં તથા દિલમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી પ્રત્યે થોડી પણ નિરાશા છે, તે મીડિયા સામે જઈને આક્રોશ વ્યક્ત કરે છે. આ બહુ જ ઘૃણાજનક છે. મારો મતલબ એવો છે કે આ ફરિયાદનો પોતાના સુધી જ સીમિત રાખો. બીજા કોઈને આમાં રસ નથી. કંગનાનું નામ લીધા વગર નસીરે કહ્યું હતું, એક ઓછું ભણેલી-ગણેલી એક્ટ્રેસ સુશાંતને ન્યાય અપાવવાનું કહે છે. તેના વિચાર જાણવામાં મને કોઈ રસ નથી.

જો આ કેસમાં ન્યાય આપવાની વાત હોય તો મને લાગે છે કે આપણે કાયદાકીય પ્રક્રિયામાં વિશ્વાસ રાખવાની જરૂર છે અને જો આપણને તેનાથી કોઈ મતલબ ના હોય તો આપણે તેની ચિંતા કરવાની જરૂર નથી. ઈનસાઈડર-આઉટસાઈડર વિવાદ બકવાસ‘વધુમાં તેમણે કહ્યું હતું, મને ખબર નથી પડતી કે ઈનસાઈડર-આઉટસાઈડર પર આ શું બકવાસ ચાલી રહ્યો છે. આપણે આના અંત વિશે વિચારવું જોઈએ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here