આટકોટ : બળધોઈ નજીક ફલેર હડફેટે ત્રણ ગાયોનાં મોત, એકને ઈજા

0
16
Share
Share

રાજકોટ, તા.૧૭

આટકોટ-રાજકોટ-ભાવનગર હાઈવે બળધોઈના પાટીયા પાસે ટ્રક ચાલકે ચાર ગાયોને કચડી નાખી હતી જેમાં ત્રણ ગાયો ઘટના સ્થળે જ મૃત્યુ પામી હતી જ્યારે એક ગાયને બંને પગ ભાગી ગયા હતા.

વિગત અનુસાર બળધોઈના પાટીયા પાસે ટ્રક લેલન હડફેટે ચાર ગાયો આવી જતા અરેરાટી વ્યાપી ગઈ હતી હાઈવે પર લેલન ચાલકે ચાર ગાયોને હડફેટે લેતા જેમાં ત્રણ ગાયોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે એક ગાયના પગભાગી ગયા હતા, પુરુષોત્તમ માસના છેલ્લો દિવસ હોય ત્યારે આ ચાર ગાયોના મોતથી સેવાભાવી લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટના સ્થળે સેવાભાવી લોકો દોડી ગયા હતા અને મૃત્યુ પામેલી ગાયોને બહાર કાઢી હતી જ્યારે એક ગાયને પગના ભાગમાં ઈજા થઈ હતી જેમના પગ ભાગી ગયા હતા ત્યારે રોડ પર લોહીલુહાણ થઈ ગયા હતા, ઘટના સ્થળે આટકોટ પોલીસ પણ દોડી ગઈ હતી અને હલેન્ડાના ભરવાડની આ ગાયો હોવાની જાણવા મળ્યું હતુ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here