આઝાદી પછી ભારતનો વિકાસઃ કોરોના બાબતે પડોશી દેશોથી તુલના શા માટે નથી કરાતી….?

0
19
Share
Share

(જી.એન.એસ,હર્ષદ કામદાર)

ભારતભરમાં આઝાદી દિવસ ૧૫ મી ઓગસ્ટની કોરોનાને કારણે  કોઈ પણ પ્રોપરગંડા વગર ઉજવણી કરવામાં આવી અને આવા સમયમા  આઝાદી સમયના બુઝર્ગ, નિવૃત રાજકારણીઓને મળવાનો અવસર મળ્યો. જેમાં વંદનિય દેશપ્રેમીઓએ દેશની આઝાદી મળી તે સમયની હાલત અનુસંધાને અનેક વાતો કરી અને ખરેખર આજના મોબાઈલમાં વ્યસ્ત રહેતા સ્વકેન્દ્રીય બની ગયેલા યુવા જગતને દેશને આઝાદી મળી ત્યાર બાદ શું તે બાબતો જાણવા સમજવાની જરૂર છે. વિશ્વમાં અત્યારે કોરોના વાયરસના હુમલાઓ ચાલુ રહ્યા છે. વિશ્વભરમાં કોરોના કેસોની સંખ્યા ૨ કરોડ ૧૮ લાખથી આગળ વધી રહી છે.જ્યારેકે મૃતાક ૭ લાખ ૭૩ હજારની આગળ વધી રહ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા ૨૬ લાખ ૫૧ હજારથી આગળ વધી રહી છે ત્યારે મૃતાક ૭ લાખ ૭૩ હજારથી આગળ વધી રહ્યો છે. કોરોના નાથવાની દવામાં રશિયા પ્રથમ ક્રમે પહોંચી ગયું છે…. તો ભારત બીજા ક્રમે આવી જવાની શક્યતા વધી ગઈ છે…..! ભારતનુ આરોગ્ય મંત્રાલય કોરોના કેસોની સંખ્યા બાબતે અમેરિકા, બ્રાઝીલ જેવા દેશો સાથે તુલના કરે છે પરંતુ આ અંગે પડોશી દેશો સાથે કોઈ તુલના નથી કરતા કે દર્શાવતા નથી અને પ્રસારણ માધ્યમો પણ એ જ રસ્તે છે. કદાચ વસુધૈવ કુટુંબકમ્‌ ની ભાવનાને લીધે કે પછી  સમજી વિચારીને તુલના કરવામાં આવતી નથી….!  કોરાનાને કારણે મૃતાક સંખ્યામા પાકિસ્તાનમાં ૬,૫૦૦ થી વધુ લોકોની સંખ્યા વધી નથી. બાંગ્લાદેશમાં ૩૭૨૦ મૃતાક છે.   મ્યાંમારમાં માત્ર ૭ મૃત્યુ છે. શ્રીલંકામાં ૧૧, માલદીવમાં ૨૨ મૃત્યુ, ઈન્ડોનેશિયા ૬૦૯૨ પર મૃતાક પહોંચી ગયો છે.જ્યારે ચીનમાં ૪૬૦૦ થી મૃતાક વધુ છે.જ્યારે ભૂતઃન આપણો પડોશી દેશ છે ત્યાં કોરોનાને કારણે એક પણ મૃત્યુ થયું નથી. આ બધા વચ્ચે સમજવાની બાબતે એ છે કે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા,મ્યાંમાર,માલદીવ,ઈન્ડોનેશિયાની  આબોહવા, ઋતુકાળ લગભગ એકજ સરખા છે જ્યારે કે નેપાળમાં, ચીનમાં બર્ફીલી આબોહવા છે અને અમેરિકા,બ્રાઝીલ સહિતના દેશો પણ બર્ફીલી આબોહવા ધરાવે છે ત્યારે કોરોના કેસો કે મૃતાક સરખામણી બાબતે ક્યાં દેશો સાથે કરાય…..? તેવો સવાલ આમ શિક્ષિત અને જાગૃત લોકોમાં ઉઠવા પામ્યો છે….!?

અત્યારે તો દેશભરમાં એવી સ્થિતિ બની ગઈ છે કે અભણ મદારી પોતાના ખેલ કરે છે અને આમ પ્રજા તાલીઓ પાડી  મદારીને પૈસા આપે છે અને પૈસા લઈને તે ચાલતો થઈ જાય છે. આવી વાત કરતાં એક આઝાદી સમયના વૃદ્ધ કહે છે…. દેશને આઝાદી મળી તે પહેલા અમારા વડવાઓએ અનેક યાતનાઓ ભોગવી હતી અને પાસે જે કંઈ હતું તેનાથી ચલાવી લેતા હતા. આઝાદી મળી ત્યારે દેશમાં એક હોય કે ટાંકણી સુધ્ધા બનતું ન હતું… તેવી વાત કરતા તેમણે કહ્યું કે આજે આઝાદી મળ્યા બાદના લોકોને તેના ફળ ચાખવા મળી રહ્યા છે…  આઝાદી મળી ત્યારે દેશની હાલત ખરાબ હતી પરંતુ ખેતી સધ્ધર હતી. સ્વતંત્રતા મળ્યા બાદ  દેશમા કોંગ્રેસનું શાસન હતું જેમાં જવાહરલાલ નેહરુ થી લઈને અનેક વડાપ્રધાન ૬૦ વર્ષમાં આવી ગયા તેમના સમયમાં સરકારી સાહસો કે કંપનીઓ પ્રજાના સહયોગ  ઊભી થઈ. જેમાં જવાહરલાલ નહેરૂના  સમયમાં પ્રજાના સહયોગથી ૩૨ કે ૩૩ જેટલા જાહેર સાહસો કે કંપનીઓ ઊભી કરવામાં આવી હતી, લાલ બહાદુર શાસ્ત્રીજીના સમયમાં ૫ સાહસો, ઈન્દીરા ગાંધીના સમયમાં ૬૬ સાહસો કે કંપનીઓ, મોરારજી દેસાઈના સમયમાં ૯ સાહસો, રાજીવ ગાંધીના સમયમાં ૧૬, વીપી સિંહના શાસનકાળમાં ૨ સાહસો, પીવી નરસિંહરાવના સમયમાં ૧૪ સાહસો,દેવગૌડા અને ઈન્દલકુમારના સમયમાં ૩ સાહસો,જ્યારે અટલબિહારી બાજપાઈજીના શાસનમાં ૧૭ સાહસો ઉભા કરવામાં આવ્યા જો કે ૭  ખોટ ખાતા સાહસો વેચી દીધા હતા.ડૉ.મનમોહનસિહના સમયમા ૨૩ સાહસો ઉભા થયા અને ખોટ ખાતા ૩ સાહસો કે કંપનીઓ વેચી હતી… તે સાથે દેશભરમાં જેમ જેમ સરકારી સાહસો કે કંપનીઓ ઊભી કરવામાં આવી તેમ તેમ તેની સાથે તેને સંબંધિત નાના-મોટા વિવિધ ઉત્પાદન કરતાં કારખાનાઓ કે ફેક્ટરીઓ ઉભા થવા લાગ્યા અને વિવિધ ધંધાઓ- રોજગારો તેમજ માર્કેટો ઉભા થવા લાગ્યા હતા જેના કારણે કરોડો લોકોને રોજગારી મળતી થઈ હતી. ટૂંકમાં સાચા અર્થમાં દેશનો વિકાસ થયો હતો. જેનો લાભ અત્યાર સુધી દેશભરના લોકોને મળતો રહ્યો છે. એક વાત બહુ જોર સાથે કહી કે સરકારે ઉભા કરેલ ખોટ ખાતા જાહેર સાહસો કે કંપનીઓજ સરકારે વેચી હતી નહીં કે નફો કરતી…..અને અત્યારે…..!

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here