આજે ૩૫૦૦ કર્મચારીએ માસ CL ઉપર જવાનો નિર્ણય કર્યો

0
10
Share
Share

વડોદરા,તા.૩૦

મધ્ય ગુજરાત વીજ કંપનીના સ્ડ્ઢ અને મેનેજમેન્ટ દ્વારા વિવિધ કારણોસર ૮૦૦ જેટલા કર્મચારીને સામૂહિક નોટિસ આપવામાં આવી છે. જેના વિરોધમાં આવતીકાલે પહેલી જુલાઇના રોજ મધ્ય ગુજરાત વીજ કંપનીના ૩૫૦૦ કર્મચારીએ માસ CL ઉપર જવાનો નિર્ણય લીધો છે. વીજ કર્મચારીઓના નિર્ણયના પગલે વીજ પુરવઠા અને મેઇન્ટેનન્સની કામગીરી ઉપર ગંભીર અસર પહોંચવાની શક્યતાઓ છે.

કર્મચારીઓને આપવામાં આવેલી સામૂહિક નોટિસ સામેના આંદોલન માટે બનાવવામાં આવેલા ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના અગ્રણીઓ ગીરીશ જોષી, એન.યુ. નાયક અને મુકેશ રાઠોડે જણાવ્યું હતું કે, અમારા કર્મચારીઓ દરેક ઋતુમાં ખડેપગે ફરજ બજાવે છે. કોરોનાની મહામારીના સમયમાં પણ કામગીરી કરી રહ્યા છે. અમારી કામગીરી સરકારે અને પ્રજાએ પણ બિરદાવી છે. જ્યારે બીજી બાજુ  તઘલખી મનોવૃત્તી ધરાવતા  તુષાર ભટ્ટ અને મેનેજમેન્ટના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિવિધ નાના-મોટા કારણોસર ૮૦૦ જેટલા કર્મચારીને સામૂહિક નોટિસ આપવામાં આવી છે. જેના વિરોધમાં અમારૂ આંદોલન છે. આ આંદોલન નાણાંકીય લાભ માટેનું નથી. અને સરકાર સામે પણ નથી. પરંતુ, અક્કડ અને જીદ્દી વલણ ધરાવતા સ્ડ્ઢ અને મેનેજમેન્ટના ઉચ્ચ અધિકારીઓ સામે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા સ્ડ્ઢ તુષાર ભટ્ટ અને મેનેજમેન્ટના અધિકારીઓ દ્વારા ૮૦૦ જેટલા કર્મચારીને આપવામાં આવેલી નોટિસના વિરોધમાં પહેલી જુલાઇના રોજ ૩૫૦૦ કર્મચારીઓ સામૂહિક રજા ઉપર જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમારા આ આંદોલનથી વીજ પુરવઠો અને મેઇન્ટેનન્સ ઉપર ગંભીર અસર પડશે. પરંતુ, અમારા કર્મચારીઓ ઉપર ખોટી રીતે ત્રાસ ગુજારવામાં આવે તે અમને મંજૂર નથી.

 

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here