આજે સૌરાષ્ટ્રમાં ઠેરઠેર ભકત જલારામ બાપાની જયંતિ ઉજવાશે

0
20
Share
Share

કોરોનાનાં સાંપ્રત કાળમાં સંત શીરોમણીની રર૧મી જયંતિ નિયમો અનુસાર ઉજવાશે

રાજકોટ તા. ર૦

સોરઠનાં સંત શિરોમણી અને જીવનભર ભૂખ્યા અને દૂઃખીયાને મદદ કરનાર, ટૂકડો ત્યાં હરિ ઢૂકળોના મંત્રને જીવનમંત્ર બનાવી ભગવાને પણ સાધુ સ્વરૂપે પધારી જલારામ બાપાની ભકિતની પરીક્ષા કરેલ તેમાં તેઓ સફળ પણ થયેલ તેવા પરદુઃખભંજક સંતની રર૧મી જન્મ જયંતિ આવતીકાલે ઠેરઠેર કોરોનાની માર્ગદર્શિકાનાં ચૂસ્ત પાલન સાથે કરવામાં આવનાર છે.

કોરોનાના વધતા ચેપનાં કારણે ચાલુ વર્ષે જલારામ જયંતિ સાદગીપૂર્વક સરકારનાં નિયમોના પાલન વચ્ચે ઉજવાશે. વર્તમાન સમય-સ્થિતીને ધ્યાને લઇ જલારામ ભકતો દ્વારા શોભાયાત્રા અને મહાપ્રસાદ જેવા આયોજનોને રદ કરવામાં આવેલ છે. સંત જલારામ બાપાની જન્મ જયંતિ નિમીતે આજે જલારામ મંદિર ખાતે શનિવારે (તા. ર૧નાં) આરતી-દર્શનના કાર્યક્રમની ઉજવણીના આયોજન શ્રધ્ધાળુઓ-જલારામ ભકતો દ્વારા કરવામાં આવનાર છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here