આજે સંસદીય સમિતિ કોરોના વાયરસની સ્થિતિ અંગે ચર્ચા કરશે

0
20
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૮

સંસદીય સમિતિ બુધવારે દેશમાં કોવિડ-૧૯ની સ્થિતિ અંગે ચર્ચા કરવા બેઠક કરશે. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ સાથે એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયા પણ બેઠકમાં હાજર રહેશે.

આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ અને એઈમ્સના ડિરેક્ટર ડો રણદીપ ગુલેરિયા બેઠકમાં કોવિડ-૧૯ મુદ્દે ચર્ચા કરશે. માહિતી પ્રમાણે આ સમિતિ ૧૯ ઓગસ્ટે કોવિડ-૧૯ રોગચાળા અને તેનાથી સંબંધિત મુદ્દાઓના સંચાલન” અંગે ચર્ચા કરવા બેઠક કરશે.સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમિતિની અધ્યક્ષતા કોંગ્રેસ નેતા આનંદ શર્માના નેતૃત્વમાં થશે. રોગચાળાના સંચાલન માટે કેન્દ્ર સરકારે લીધેલી પહેલ અંગે ચર્ચા કરે તેવી સંભાવના છે.

જુલાઈમાં મળેલી બેઠકમાં સમિતિના સભ્યોએ અધિકારીઓને કોરોના વાઈરસની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી દવાઓનાં ઉંચા ભાવ વિશે પૂછ્યું હતું. સભ્યોએ દવાઓના બ્લેક માર્કેટિંગનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. સંસદના ચોમાસા સત્રની તૈયારી કરતી વખતે બંને ગૃહોએ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરતાં આ બેઠકનું મહત્ત્વ વધી જાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here