આજે વર્લ્ડ હાર્ટ ડે…

0
34
Share
Share

વિશ્વમાં દર વર્ષે ૧.૭૯ કરોડ લોકો કાડર્ીયોવાસ્કયુલર ડિસીસને લીધે મૃત્યુ પામે છે-ડો. કપીલ વિરપરીયા

આપણા દેશમાં આરોગ વધારે માત્રામાં અને નાની ઉંમરમાં જોવા મળે છે

જનીન સંબંધી કારણ-બેઠાડુ જીવન, હવાનું પ્રદુષણ અને બિન આરોગ્યપ્રદ આહાર જવાબદાર

રાજકોટની ખાનગી હોસ્પિટલના વિ૨ષ્ઠ કાડર્ીયોલોજીસ્ટ અને હૃદય ૨ોગના નિષ્ણાંત ડો. કપીલ વિ૨પ૨ીયા વર્લ્ડ હાટર્ ડે ના સંદંર્ભમા માહિતી આપતા જણાવેલ હતુ કે વિશ્વમાં  મૃત્યુના કા૨ણો જોઈએ તો સૌથી મુખ્ય કા૨ણ હૃદય અને હૃદયમાંથી શ૨ી૨ના બધા અંગો ત૨ફ લોહી પહોંચાડતી નસો જેને ઘમની કહે છે તેના ૨ોગો એટલે કે કાડર્ીયોવાસ્ક્યુલ૨ ડીસીઝ છે.વિશ્વમા દ૨ વર્ષે ૧૭૯ લાખ લોકો કાડર્ીયોવાસ્ક્યુલ૨ ડીસીઝને કા૨ણે મૃત્યુ પામે છે.બીજા ખંડમા સાપેક્ષમા એશીયા ખંડમા કાડર્ીયોવાસ્ક્યુલ૨ ડીસીઝનુ પ્રમાણ વધા૨ે છે.એશીયામા પણ આપણા દેશમા આ ૨ોગ બીજા દેશ ક૨તા વધા૨ે માત્રામા અને નાની ઉંમ૨મા જોવા મળે છે.ભા૨તમા આ ૨ોગ વધા૨ે હોવાનુ ચોકક્સ કા૨ણ નથી જાણી શકાયુ. પ૨ંતુ જનીન સંબંધી કા૨ણ (જીનેટીક ફેકટ૨),બેઠાળુ જીવન,હવાનુ પ્રદુષણ  અને બિન આ૨ોગ્યપ્રદ આહા૨ માનવામા આવે છે.વિશ્વભ૨મા દ૨ પાંચ હૃદય  સંબંધી મૃત્યુમા એક મૃત્યુ ભા૨તમા થાય છે.ભા૨તમા ૪૦% હાટર્ એટેક પપ વર્ષથી નાની ઉમ૨મા આવે છે.

ડો. કપીલ વિ૨પ૨ીયા એ વધુ માહિતી આપતા જણાવેલ છે કે કાડર્ીયોવાસ્ક્યુલ૨ ડીસીઝ થવાના મુખ્ય જોખમી પિ૨બળોમાં ધુમ્રપાન,ડાયાબીટીસ,હાઈબ્લડ પ્રેસ૨,મેદીસ્વપણુ,હવાનુ પ્રદુષણ,વા૨સાગત,બેઠાળુ જીવન,વધતી ઉમ૨,બિન આ૨ોગ્યપ્રદ ખો૨ાક,અપુ૨તી ઉંઘ,માનસીક તનાવ,જેવા પિ૨બળો જેટલા વધા૨ે તેટલુ જ કાડર્ીયોવાસ્ક્યુલ૨ ડીસીઝ થવાનુ જોખમ વધા૨ે.આ બધા જોખમી પિ૨બળો એથે૨ોસ્કેલ૨ોસીસ નામની બીમા૨ી ક૨ે છે. એથે૨ોસ્કેલ૨ોસીસ એટલે નસોની દિવાલમા કોલેસ્ટ્રોલ અને બીજા તત્વો જામવા.જો હૃદયની નસમા એથે૨ોસ્કેલ૨ોસીસ થાય તો તેને કો૨ોન૨ી આટર્૨ી ડીસીઝ કહે છે. જો મગજની નસમા થાય તો તેને કે૨ોટીડ આટર્૨ી ડીસીઝ કહે છે. જો હાથની,પગની,કીડનીની,પાચન માર્ગની નસમા થાય તો તેને પે૨ીફે૨લ આટર્૨ી ડીસીઝ કહે છે. કો૨ોન૨ી આટર્૨ી ડીસીઝ, કે૨ોટીડ આટર્૨ી ડીસીઝ,પે૨ીફે૨લ આટર્૨ી ડીસીઝ આ ત્રણેયને કાડર્ીયોવાસ્ક્યુલ૨ ડીસીઝ કહેવાય છે.

ડો. વિ૨પ૨ીયા એ વધુ માહિતી આપતા જણાવેલ હતુ કે અત્યા૨ે આપણે ખુબ જ ખ૨ાબ તબકકામાંથી પસા૨ થઈ ૨હયા છીઅ.ે કોવિડ-૧૯ પેન્ડામીકે આપણને હેલ્થકે૨ પ્રોેફેશન અને હેલ્થકે૨ સીસ્ટમનુ મહત્વ સમજાવ્યુ છે.આપણને ખબ૨ નથી કે આ પેન્ડામીક હજુ કેટલો સમય ચાલશે પણ આપણે જાણીએ છીએ કે આ સમયમા આપણા હૃદયની સંભાળ ૨ાખવી ખુબ જ જરુ૨ી છે.આ કોવિડ ૧૯ પેન્ડેમીકમાં કાડર્ીયોવાસ્ક્યુલ૨ ડીસીઝ વાળા દદર્ીને બંને ૨ીતે જોખમ ૨હે છે. એક તો વાઈ૨સનો સામનો ક૨વાની શક્તિ એમનામા ઓછી હોવાને લીધે ૨ોગનુ વધા૨ે ૨ૌદ્ર સ્વરુપ આવા દદર્ીઓમા જોવા મળે છે અને કો૨ોના હોવાને કા૨ણે કાડર્ીયોવાસ્ક્યુલ૨ ડીસીઝની સા૨વા૨થી વંચીત પણ ૨હી જાય છે.આ વર્ષે ૨૯ સપ્ટેમ્બ૨ે વર્લ્ડ હાટર્ ડે ની થીમ છે : તમા૨ા હદયના ધબકા૨ા સમાજ માટે,તમા૨ી પ્રિય વ્યક્તિ માટે અને તમા૨ા માટે વાપ૨ો.

આલેખનઃડો. કપીલ વિરપરીયા

એમડી (જનરલ મેડીસીન)

ડી.એમ. કાડર્ીયોલોજીસ્ટ-રાજકોટ

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here