આજે મોટેરામાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ડે-નાઇટ ટેસ્ટ

0
24
Share
Share

ચાર ટેસ્ટ મેચોની સિરીઝ ૧-૧થી બરાબરી પર, મેચ બપોરે ૨.૩૦ વાગ્યે શરૂ થશે, ભારત પ્લેઇંગ ઇલેવનમાં કુલદિપ યાદવના સ્થાને ઉમેશ યાદવને રમાડે તેવી શક્યતા

અમદાવાદ,તા.૨૩

આજે વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમ ખાતે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ડે-નાઇટ ટેસ્ટનો પ્રારંભ થશે. આ પ્રારંભ પહેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્ટેડિયમનું ઉદ્ધાટન કરશે. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. આ મેચનો પ્રારંભ બપોરે ૨.૩૦ કલાકે થશે. ચાર ટેસ્ટ મેચોની સિરીઝ ૧-૧થી બરાબરી પર છે. ત્યારે આ મેચનો મુકાબલો રસપ્રદ બનશે તે નક્કી છે.

અમદાવાદના મોટેરા ખાતે નવનિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે ટીમ ઇન્ડિયા ક્યારેય હારી નથી. મોટેરામાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં બે ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે છેલ્લી ૨૦૧૨માં થઈ હતી. હવે આવતી કાલે બપોરે ૨.૩૦ વાગ્યાથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ પિન્ક બોલથી રમાશે.

ભારતને સારી શરૂઆત આપવા માટે રોહિત શર્મા અને શુમાના ગિલની જોડીએ જવાબદારી નિભાવવી પડશે. આ જોડી પ્રથમ બે ટેસ્ટ મેચમાં નિષ્ફળ રહી હતી પરંતુ મેચમાં મોટી ભાગીદારી થવાની આશા રાખવામાં આવશે.

ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે મીડલ ઓર્ડરમાં રમતા જોવા મળશે. આ ત્રણેય ની જવાબદારી ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડવાની રહેશે.

ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં પેસર જસપ્રિત બુમરાહની વાપસી થવા માટે તૈયાર છે. મોહમ્મદ સિરાજને બદલે તેને અગિયાર રમવામાં સામેલ કરવામાં આવશે. ઇશાંત અને બુમરાહની જોડી ત્રીજી ટેસ્ટમાં રમતા જોવા મળશે. અમદવાદમાં પિન્ક બોલથી ડે-નાઇટ ટેસ્ટ રમાવાની હોવાથી સ્પિનર કુલદીપ યાદવના સ્થાને કોઈ ત્રીજા ફાસ્ટ બોલર તરીકે મેદાનમાં ઉતારાય તેવી શક્યતા છે.

અક્ષર પટેલે તેની પ્રથમ ટેસ્ટની બીજી ઈનિંગમાં ૫ વિકેટ ઝડપીને બધાને પ્રભાવિત કર્યા હતા. આ મેચમાં તેમને તક પણ આપવામાં આવશે તે નક્કી છે. અશ્વિન અને સિલેબ્સ સ્પિનર જોડી તરીકે જોઈ શકાય છે.

૨૦૧૨માં બંને ટીમ વચ્ચે જે ટેસ્ટ મેચ રમાઈ હતી તેમાં ભારતે એલિસ્ટર કૂકના નેતૃત્વ હેઠળની ટીમને નવ વિકેટે કચડી નાખી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે ચેતેશ્વર પૂજારાના અણનમ ૨૦૬ રન અને વીરેન્દ્ર સેહવાગના શાનદાર ૧૧૭ રનની મદદથી આઠ વિકેટે ૫૨૧ રન ખડક્યા હતા. ભારતના પહાડ જેવડા સ્કોરના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર ૧૯૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતને ૩૩૦ રનની મસમોટી સરસાઈ મળી હતી. ભારત તરફથી સ્પિનર પ્રજ્ઞાન ઓઝાએ પાંચ વિકેટ ઝડપી હતી. ત્રણ વિકેટ ઝડપીને અશ્વિને તેને સુંદર સાથ આપ્યો હતો.

૩૩૦ રનના દેવા સાથે ઊતરેલી ઈંગ્લેન્ડની ટીમ તરફથી કેપ્ટન કૂકે ૧૯૯ રનની ધરખમ ઇનિંગ્સ રમી, જ્યારે વિકેટકીપર-બેટ્‌સમેન મેટ પ્રાયરે ૯૧ રન બનાવ્યા. આમ છતાં ઈંગ્લેન્ડની ટીમ ૪૦૬ રનનો સ્કોર નોંધાવવામાં સફળ રહી હતી. બીજી ઇનિંગ્સમાં પણ પ્રજ્ઞાન ઓઝાએ શાનદાર બોલિંગ કરતા ચાર વિકેટ અને ઉમેશ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી. ભારતને જીતવવા માટે ૭૭ રનનું લક્ષ્ય મળ્યું હતું, જે એક વિકેટ ગુમાવીને આસાનીથી હાંસલ કરી લીધું હતું. પૂજારા ૪૧ અને કોહલી ૧૪ રન બનાવી અણનમ રહ્યા હતા. ઓવરઓલ જોવામાં આવે તે ટીમ ઇન્ડિયા અમદાવાદમાં અત્યાર સુધીમાં  કુલ ૧૨ ટેસ્ટ મેચ રમી છે અને ચારમાં જીત હાંસલ કરી છે અને બે ટેસ્ટમાં પરાજયનો સામનો કર્યો છે, જ્યારે છ ટેસ્ટ ડ્રોમાં પરિણમી છે. ભારત ૧૯૮૩માં વિન્ડીઝ સામે અને ૨૦૦૮માં દક્ષિણ આફ્રિકા સામે હાર્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here