આજે નર્મદા બંધ મહત્તમ સપાટી ૧૩૮ મીટરે પહોંચે તેવી શક્યતા

0
15
Share
Share

કેવડિયા,તા.૧૫

સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્વર ડેમમાંથી હજુ પણ ૭૦ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણી ધીરે ધીરે નર્મદા બંધના સરદાર સરોવરમાં આવતા હાલ પાણીની આવક ૫૨,૯૧૧ કયુસેક થઈ રહી છે. નર્મદા બંધની જળ સપાટી હાલમાં ૧૩૭.૮૬ મીટર પર પહોંચી છે. ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. પરંતુ હાલ ૧૩૮ સુધી ભરવાની પરમિશન સરકારે આપી છે. ત્યારે ૧૩૮ મીટરે પહોંચવામાં માત્ર ૧૪ સેમી દૂર છે.

હાલ તંત્ર દ્વારા ૫૨,૯૧૧ ક્યુસેક પાણીની આવક સામે રિવરબેડ પાવર હાઉસના ૬ ટર્બાઇન અને ૩ ટર્બાઇન કેનલ હેડ પાવર હાઉસના મળી ૫૨,૨૯૭ ક્યુસેક પાણીની જાવક કરે છે. અવાક અને જાવક સરખી થઈ જતાં સવારથી નર્મદા બંધની જળ સપાટી ૧૩૭.૮૬ મીટરે સ્થિર રહી હતી. પરંતુ એક દિવસમાં ૧૦ થી ૧૫ સેમીનો વધારો નોંધાતો હોય નર્મદા બંધ મંજૂરી પ્રમાણે ૧૩૮ મીટરે મંગળવારે થાય એવી શક્યતા હાલ જોવા મળી રહી છે.

હવામાન વિભાગ દ્વારા હજુ એક વાર ભારે વરસાદની આગની આ બે ત્રણ દિવસોમાં થાય તેવી આગાહી કરી છે. જેને લઈને ઉપરવાસમાંથી આવતા પાણી પર નર્મદા નિગમના અધિકારીઓની નજર છે. નર્મદા બંધની સપાટી ધીમે ધીમે વધી રહી છે. તબક્કા વાર પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. જેનો સીધો ફાયદો ગુજરાતને થવાનો છે. આ સાથે હાલ નર્મદા ડેમમાં ૫૭૫૦ એમસીએમ (મિલીયન ક્યુબિક મીટર) લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here