આજે ગુજરાતને મળશે નવા ડીજીપીઃ આશિષ ભાટિયા રેસમાં આગળ

0
22
Share
Share

ગાંધીનગર,તા.૩૦

ગુજરાતના નવા ડીજીપીની પસંદગી ૩૧ જુલાઇએ થવાની છે. ત્યારે આગામી ડીજીપીની પસંદગી માટે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ અને અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ સાંજે દિલ્હી જવા રવાના થાય તેવી શક્યતા છે. બંને દિલ્હીમાં યોજાનારી યુપીએસસીની બેઠકમાં ભાગ લેશે. મહત્વનું છે કે રાજ્ય સરકારે પાત્ર અધિકારીઓના નામની યાદી યુપીએસસીને મોકલી હતી.

યુપીએસસી જે નામોને સૂચિબદ્ધ કરે છે તે પૈકી રાજ્ય સરકાર ડીજીપી તરીકે પસંદગી કરશે. ગુજરાતના નવા ડીજીપી તરીકે અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. ગુજરાત કેડરના ૧૯૮૫ની બેચના આઇપીએસ આશિષ ભાટિયાની જો ડીજીપી તરીકે વરણી થશે તો તેઓ નિવૃત થઇ રહેલા શિવાનંદ ઝાનું સ્થાન લેશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here