આજથી સુપ્રસિદ્ધ ડાકોર મંદિર ભક્તો માટે ખૂલશેઃ ઓનલાઇન બુકિંગ ફરજિયાત

0
19
Share
Share

ડાકોર,તા.૧૮

રાજ્યમાં જીવલેણ મહામારીનો કહેર યથાવત છે, ત્યારે આ ઘાતક વાયરસને કારણે છેલ્લા ઘણા સમયથી રાજ્યનું સુપ્રસિદ્ધ ડાકોર મંદિરના કપાટ શ્રદ્ધાળુઓ માટે બંધ હતા. ત્યારે હવે તકેદારી સાથે ડાકોર મંદિર પ્રશાસન તરફથી ભક્તો માટે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં ડાકોર મંદિરના કપાટ આવતીકાલથી ભક્તો માટે ખુલ્લા થશે, અને ભક્તો ભગવાનના દર્શન કરી શકશે.

મંદિર તંત્ર દ્વારા ખાસ ભક્તો માટે ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે નિર્ણય લેવામાં આવ્યો છે કે ઓનલાઈન બુકિંગ કર્યા બાદ જે ભક્ત પાસે ઈ- ટોકન હશે તેજ શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.

દર્શનાર્થીઓએ ઓનલાઈન બુકિંગ ફરજીયાત પણે કરાવવું પડશે તોજ મંદિરમાં પ્રવેશ મળશે. સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝર પણ રાખવામાં આવશે. તકેદારીના પગલા લેવામાં આવશે, ત્યારે ભક્તોમાં પણ આનંદની લાગણી સાથે ડાકોરના ઠાકોરનાં દર્શન કરશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here