આજથી માણી શકાશે આકાશમાં ડ્રેકોનીકસ ઉલ્કાવર્ષાનો અદ્‌ભુત નજારો

0
19
Share
Share

દુનિયાભરમાં રાત્રીનાં ૧ થી પરોઢે નિહાળી શકશે ઉલ્કાવર્ષા : ખગોળીય આનંદ લુંટવા જાથાની અપીલ

રાજકોટ તા. ૮

દુનિયાભરમાં શુક્રવારથી ચાર દિવસ ઉપરાંત તા. ૨૨મી ઓક્ટોબર સુધી આકાશમાં ડ્રેકોનિક્સ ઉલ્કા વર્ષાનો અદભૂત નજારો જોવા મળશે. સ્વચ્છ આકાશમાં કલાકના ૫૦થી ૧૦૦ વધુ ઉલ્કા પડતી જોવા મળશે.

વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ અને પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખવાની અંતિમ તૈયારી પુરી કરી દીધી છે. આકાશમાં રીતસર ઉલ્કાનો વરસાદ નિહાળવા સાથે દિવાળીના ફટાકડાની આતશબાજીનો રોમાંચ માણવા રાજ્યનાં લોકોને ભારત જન વિજ્ઞાન જાથાની રાજ્ય કચેરીએ અપીલ કરી છે. દિવસે ખરતી ઉલ્કા વર્ષા જોવા મળતી નથી.

શુક્રવારથી મંગળવાર તા. ૯ મધ્યરાત્રિથી ૨૨ ઓક્ટોબર સુધી તથા શુક્રવારથી મંગળવાર સુધી આકાશમાં ડ્રેકોનિક્સ ઉલ્કા વર્ષા પડતી જોવા મળશે. તા. ૯નાં રોજ આખો દિવસ તથા તા. ૧૦મીનાં રોજ મધ્યરાત્રિથી પરોઢ સુધી ઉલ્કા ખરતી જોવા મળશે.

બે દિવસ સુધી ઉલ્કા વર્ષા દિવાળીના ફટાકડાની આતશબાજીના રોમાંચક દ્રશ્યો આકાશમાં જોવા મળશે. અવકાશી અજ્ઞાનતાના કારણે આકાશમાં અગ્નિના બિહામણા દ્રશ્યો જોઇ અમુક લોકો અચંબા સાથે હોનારત જેવો ભય અનુભવશે. વાસ્તવમાં આકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ હોય છે. તા. ૧૪, ૧૯ અને ૨૨મીએ ઉલ્કા વર્ષા જોવા મળશે.

ઉલ્કાવષાર જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેને મેટીયોર ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી પર રોજની લગભગ ૪૦ ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. પૃથ્વી પર દિવસે સૂર્યપ્રકાશ દરમ્યાન પડતી ઉલ્કાઓ જોઇ શકાતી નથી. અત્યાર સુધીમાં પૃથ્વી ઉપર ઉલ્કાની રાખનો થર અને એક ઇંચથી વધુનો અંદાજ છે. ઉલ્કામાં લોખંડ અને નિકલ હોય છે તેની રજને, ધૂળને ઓળખવા માટે લોકચુંબકનું પરીક્ષણ જરુરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here