આગામી ૭૨ કલાકમાં રાજ્યના વાતાવરણમાં પલટાની આશંકા

0
15
Share
Share

ગાંધીનગર,તા.૧૨

ગુજરાતમાં ચોમાસુ વિદાઇ લઇ રહ્યું છે ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજૂ પણ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યાં જ હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ વરસી શકે છે અને આગામી ૭૨ કલાકમાં વાતાવરણમાં પલટો આવી જશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, બંગાળની ખાડીમાં લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે, જેના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાં જ વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. ત્યાં જ તંત્ર દ્વારા પણ આ આગાહીના પગલે ૧૫-૧૬ ઓક્ટોબરે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે જેના કારણે આગામી ૨૪ કલાકમાં લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે, જેના કારણે વાતાવરણમાં પલટો જોવા મળશે. જેથી ગરમીમાં સામાન્ય ઘટાડો થઇ શકે છે.

આ આગાહીના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, દમન દાદરા નગહવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here