આગામી ૨૦૨૫ સુધીમાં માર્ગ અકસ્માતમાં ૫૦ ટકાનો ઘટાડો લાવી શકાશે : કેન્દ્રિયમંત્રી ગડકરી

0
37
Share
Share

વેબીનારમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ મંત્રી આર.સી.ફળદુ તથા પૂર્વ સાંસદ રમાબેન માવાણીએ કર્યું

ન્યુ દિલ્હી, તા. ૧ર

૮, સપ્ટેમ્બર-૨૦૨૦ ના રોજ કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મંત્રી નીતીનભાઇ ગડકરીએ આત્મવિશ્વાસ સાથે જણાવ્યુ હતું કે, ૨૦૨૫ સુધીમા, રોડ અકસ્માત અને તેનાથી થતી જાનહાનીમા ૫૦ % સુધીનો ઘટાડો આવશે. જે નીરધારીત સમય ૨૦૩૦ કરતા પ વર્ષ વહેલુ છે. વેબીનારમા માર્ગ સલામતીના નિષ્ણાંતો અને દેશભરમાંથી વિવિધ સંસ્થાઓએ ભાગ લીધેલ હતો. જેનો મુખ્ય મુદો મોટર વ્હીકલ સુધારા બીલ, ૨૦૧૯ ના અસરકારક અમલીકરણનું હતો.

નિતીનભાઇ ગડકરીએ પોતાના સંબોધન આપતા સહયોગી પગલા લેવાની જરૂરીયાત પર ભાર મુકવાનું સુચવ્યું. અને કહયુ કે જયારે સરકારને જાનહાની અને ઇજાઓનો દર ૫૦% ઘટાડવા માટે ૨૦૩૦ સુધી પ્રતિબધ્ધ છે ત્યારે અમને લાગે છે કે ૨૦૨૫ સુધીમા પ્રાપ્ત થઇ શકે છે. વધુમા તેઓએ જણાવેલ હતું કે, માર્ગ સલામતીએ રાજકીય વિષય નથી, માર્ગ અકસ્માત અને જીવન બચાવવાએ આપણા દેશ માટે મોટો પડકાર છે. અને આપણે બધાએ સાથે મળી કામ કરવું જોઇએ.

ગ્લોબલ રોડ સેફટી (બી.આઇ.જી.આર.એસ.) માટે બ્લુમબર્ગ પહેલના ડો. કેલી હેનિંગ અને ગ્લોબલ રોડ સેફટી પાર્ટનરશીપના ડો. જુડિ ફિલટરએ સભાને સંબોધન કર્યુ હતુ. ડો. કેલી હેનિંગના જણાવ્યા મુજબ રોડ અકસ્માત મૃત્યુનું ૮ મું સૌથી મોટું કારણ છે અને ૫ થી ર૯ વર્ષના ઉંમરના લોકોની મૃત્યુનું મુખ્ય કારણ છે. અમે બ્લુમબર્ગ પરોપકારીઓ વૈશ્વીક સ્તરે જીવન બચાવવા પ્રતિબધ્ધ છે. ભારતમાં ડેટા અને નવિનતાના આધારે અમે પરિસ્થિતી સુધારવા પ્રયત્નશીલ છે. ડો. જુડિ ફિલટમે જણાવ્યુ કે, આપણે વૈશ્વિક વિકાસના મુદાઓને પ્રાધાન્ય આપવું જોઇએ. અને માર્ગ સલામતીએ ખુબજ મહત્વપુર્ણ મુદો છે.

રાજયસભાના સાંસદ કે.ટી.એસ. તુલીસી સહિત વિવિધ એમ.પી. જય પાંડા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રવકતા (ભાજપ) એ પણ આ અંગે ચર્ચા કરી હતી. માર્ગ સલામતી માટે નીતી સુધારવી અત્યંત આવશ્યકતા છે. જય પાંડાએ કહયું કે (એમ.યુ.એ.એ.) ૩૦ વર્ષ પછી આવ્યુ અને અમે માર્ગ સલામતીને પ્રાથમિકતા અપાવી છે. દર વર્ષે અકસ્માતમા આટલા લોકો ગુમાવવા યોગ્ય નથી. અમે ભલે જાહેર પરિવાહન સુધારવામા શકય ન હોય પણ માર્ગ સલામતી માટે આપણે આપણી ટેવ સુધારવી પડશે. ઉપરોકત બાબતો પર સુધારવા આપણે સેન્ટ્રલ વાહનના નિયમોનું અનુસાશન કરવું પડશે.

વેબીનારના અંતિમ સત્રમા રાજય પરિવહનના પ્રધાન આર.સી.ફળદુ (ગુજરાત રાજય), પરિવાહન મંત્રી ઇશ્વરસિંહ ઠાકોરભાઇ પટેલ (ગુજરાત રાજય), શ્રીમતિ રમાબેન માવાણી (માજી સંસદ સદસ્યા, લોકસભા) અને યુનુસ ખાન (ચેરમેન, જી.ઓ.એમ.) રોડ સેફટી અને પરીવહન અને પુર્વ પરીવહન મંત્રી, રાજસ્થાનએ માર્ગ સલામતીના મુદાઓ હલ કરવા વધારે હોદેદારોની જરૂરીયાત પર ભાર મૂકયો અને તેમની યોજનાઓ પર વિગતવાર ચર્ચા કરી.

વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશ ઇન ઇન્ટેરેસ્ટ ઓફ કન્ઝયુમર (વોઇસ), ન્યુ દિલ્હીના સી.ઇ.ઓ. અસીમ સાન્યાલે કહયુ કે, નવો મોટર અકસ્માત કાયદો પાસ થયાને એક વર્ષથી વધુ સમય થયો છે. અને આ સમયે બધા રાજય અને રાષ્ટ્રીય સરકારી હોદેદારોએ એક જૂથ થઇ કાયદાના અસરકારક અમલ અને અમલ થયાની ખાત્રી માટે અસરકારક વ્યુહરચના વિષયે ચર્ચા કરવી જોઇએ.

દર વર્ષે ભારતમાં આશરે ૧,૫૦,૦૦૦ લોકો માર્ગ અકસ્માતના કારણે મૃત્યુ પામે છે. કેટલાક અધિનિયમોની કલમો લાગુ કરવામા, આવી નથી. હેલ્મેટ સંબંધીત નિયમો, રાષ્ટ્રી માર્ગ સલામતી બોર્ડ સ્થાપના અને રસ્તાઓના નિર્માણ માટે ડિઝાઇન અને ઇલેકટ્રોનિક અમલીકરણએ પ્રાથમિકતા છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here