આગામી ૧૫ દિવસમાં કોરોના કેસનો રાફડો ફાટશેઃ વડોદરાના નોડલ ઓફિસર

0
16
Share
Share

વડોદરા,તા.૧૯
દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાનું સંકટ વધી રહ્યું છે. જેથી કોરોના ટેસ્ટની સંખ્યા પણ વધારવામાં આવી રહી છે. રાજ્યમાં કન્ટેન્મેન્ટ ઝોન, હોટસ્પોટ વિસ્તાર અને તમામ જિલ્લાઓથી લઇને ગામડાઓમાં પણ રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
કોરોનાને નાથવા માટે વધુમાં વધુ રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તેવામાં હવે વડોદરાના નોડલ ઓફિસરનું મોટુ નિવેદન સામે આવી રહ્યું છે. વડોદરાના નોડલ ઓફિસર શીતલ મિસ્ત્રીએ આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, આગામી ૧૫ દિવસમાં કોરોના કેસનો રાફડો ફાટશે. દિવાળીમાં નિયમ ભંગથી સ્થિતિ વિકટ બની રહી છે. વડોદરામાં કોવિડ દર્દી માટે કુલ ૪૬૯૩ બેડ ઉપલબ્ધ હોવાની વાત જણાવી છે, પરંતુ હાલમાં કોવિડ માટેના ૭૨ ટકા બેડ ઉપલબ્ધ હોવાની વાત કરતા હાશકારો થયો છે.
આઈસીયુ વોર્ડના ૯૫૫ બેડમાંથી ૬૩ ટકા ઉપલબ્ધ, જ્યારે ઓક્સિજનના ૧૬૭૫ બેડમાંથી ૭૨ ટકા ઉપલબ્ધ છે. વડોદરાના નોડલ ઓફિસરનો ચોંકાવનારો દાવો કરીને નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. કોરોના વિસ્ફોટ માટે તહેવારોમાં બજારોમાં લોકોએ માર્ગદર્શિકાનો કરેલ ભંગ કારણભૂત હોવાનો ખુલાસો કર્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here