આગામી ચૂંટણીઓ બાબતે ભાજપ અનુ.મોરચાની બેઠક યોજાઇ

0
19
Share
Share

રાજકોટ, તા.૧૩
આગામી રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી સંદર્ભે રાજકોટ શહેર ભચાજપ અનુસુચિત જાતિ મોરચાની એક બેઠક ભાજપા રાષ્ટ્રીય અનુસુચિત જાતિ મોરચાના મંત્રી ભાનુબેન બાબરીયા અને ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઈ હતી. તેઓ ધ્વારા આ બેઠકમાં આગામી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટગ્રી સંદર્ભે કરવાની થતી કામગીરી અને અન્ય મુદ્દાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રાજકોટ શહેરના વોર્ડ નં.૧૧માં પેજપ્રમુખોને આઈકાર્ડ અપાયા
રાજકોટ શહેડટેલ ભાજપની યોજના અનુસાર શહેર ભાજપના પ્રમુખના માર્ગદર્શન હેઠળ ઝડપભેર પેજપ્રમુખ અને પેજકમિટીની કામગીરી ચાલી રહી છે, ભાજપમાં પેજ પ્રમુખ એક માઈક્રો લેવલનો કાર્યકર્તા છે, રાજકોટ શહેરના વોર્ડ નં.૧૧ માં પેજપ્રમુખોને આઈ કાર્ડ અર્પણ કરીને સન્માનીત કરવાનો એક સમારોહ યોજાયો હતો.
આગામી ચૂટણીમાં ૭૨ બેઠકો જીતવા ભાજપનો નિર્ધાર
રાજકોટ શહેર ભાજપ પ્રમુખના અધ્યક્ષસ્થાને ભાજપના વોર્ડ પ્રમુખ, પ્રભારીઓ અને વોર્ડ ઈન્ચાજીર્ની બેઠક યોજાઈ હતી. જેમાં મહાનગરપાલિકાની તમામ ૭ર બેઠકો જીતવા નિર્ધાર વ્યકત કરાયો
આ બેઠક શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને અન્ય મહાનુભાવોએ ચૂંટણી સંદર્ભે પેઈજ કમિટી, બુથ લેવલથી વોર્ડ કક્ષા સુધી કરવાની થતી કામગીરીનું માઈક્રો પ્લાનીગ કરવા જણાવવામાં આવ્યું હતું તેમજ ચૂંટણી માં મહાનગરપાલિકાની તમામ ૭૨ બેઠકો જીતવા માટે દૃઢ નિર્ધાર વ્યકત કરવામાં આવ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here