આક્રમક રાષ્ટ્રવાદ અને ધાર્મિક કટ્ટરતા કોરોના કરતા વધુ જીવલેણ રોગઃ હમીદ અન્સારી

0
20
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૧

કોરોના બેશક એક ભયંકર બીમારી છે પરંતુ આક્રમક રાષ્ટ્રવાદ કે ધાર્મિક કટ્ટરતા એના કરતાં પણ વધુ જોખમી બીમારી છે એવું વિવાદાસ્પદ વિધાન ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારીએ કર્યું હતું.

કોંગ્રેસી સાંસદ શશી થરૂરના પુસ્તક બેટલ ઑફ બિલોંગીંગના ડિજિટલ લોકાર્પણ પ્રસંગે બોલતાં તેમણે ભાજપનું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું નામ લીધા વિના કહ્યું કે આક્રમક રાષ્ટ્રવાદ અને ધાર્મિક કટ્ટરતા કોરોના કરતાં પણ વધુ જીવલેણ રોગ છે.

અગાઉ પણ હમીદ અન્સારી વિવાદાસ્પદ વિધાનો કરી ચૂક્યા હતા. જેમ કે ભારતમાં મુસ્લિમો અસુરક્ષિતતા અનુભવે છે, વંદે માતરમ બોલે એ જ દેશભક્ત કહેવાય એ સાચું નથી વગેરે વિધાનોએ સારો એવો વિવાદ સર્જ્યો હતો.

તેમણે કહ્યું કે કોવિડ ૧૯ ખરેખર એક ભીષણ મહારોગ છે પરંતુ આપણો દેશ એ પહેલાં આક્રમક રાષ્ટ્રવાદ અને ધાર્મિક કટ્ટરતા જેવા રોગોનો ભોગ બની ચૂક્યો હતો. એ રોગ વધુ જોખમી છે.

એમના આ વિધાનની સોશ્યલ મિડિયા પર આકરી ટીકા થઇ હતી. હમીદે ઉપરાષ્ટ્રપતિપદના છેલ્લા દિવસે કહ્યું હતું કે હું  ભારતીય છું એટલું પૂરતું છે. મારે વંદે માતરમ ગાઇને ભારતીયતા પુરવાર કરવાની જરૂર નથી. આ દેશમાં મુસ્લિમો સતત અસુરક્ષા અનુભવે છે. એમનાં આ વિધાનોએ પણ વિવાદ સર્જ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here