આઉટડોર કસરત ઉપયોગી છે

0
12
Share
Share

ઇન્ડોર કરતા આઉટડોર કસરત કરવા સુચન

તાજેતરમાં કરવામાં આવેલા રસપ્રદ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્વસ્થ અને ફિટ રહેવા માટે આઉટડોર કસરતની મહત્વપૂર્ણ ભૂમિકા છે. આઉટડોર કસરત માનસિક અને શારરિક સ્વસ્થતા વધારે છે. પેનિસુલા કોલેજ ઓફ મેડિસીન એન્ડ ડેનટિસ્ટ્રે (બ્રિટન) અને યુરોપિયન સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એન્ડ હ્યુમન હેલ્થના સંશોધકોએ વ્યાપક અભ્યાસ બાદ નવા તારણો આપ્યા છે. આઉટડોર અને ઇન્ડોર કરસતની અસર અંગે કરવામાં આવેલા એક અભ્યાસમાં કેટલીક રસપ્રદ બાબતો જાણવા મળી હતી. ૮૩૩ પુખ્તવયના લોકોને આવરી લઇને આ અભ્યાસ કરવામાં આવ્યા બાદ સંશોધકો નવા તારણો પર પહોંચ્યા હતા. આ અભ્યાસમાં ભાગ લેનાર લોકો પૈકી જે લોકો આઉટડોર એક્ટિવિટિ સાથે સંકળાયેલા હતા તે લોકો વધારે સંતુષ્ટ અને ખુશ નજરે પડ્યા હતા. પેનિસુલા કોલેજ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આઉટડોર કસરત વધારે લાભ આપે છે. આઉટડોર એક્ટિવિટિ વધારે સારી ભાવના અને સતોષ સાથે જોડાયેલી છે. આનાથી શરીરમાં એનર્જી વધે છે. ટેન્શન દુર થાય છે. નારાજગી,  ડિપ્રેશન અને ગૂંચવણને દૂર કરવામાં આઉટ ડોર એક્ટિવિટીની મહત્વપૂર્ણ ભૂમિકા રહે છે. આ અભ્યાસમાં મુખ્ય ભૂમિકા અદા કરનાર માઈકલ ડેપલેગે કહ્યું હતું કે આશરે ૭૫ ટકા યુરોપીયન વસ્તી શહેરી વિસ્તારમાં અને પર્યાવરણમાં રહે છે જેથી કુદરત સાથે સંપર્કમાં રહેવાની બાબત વધારે ઉપયોગી બને છે. તેમનું કહેવું છે કે આઉટ ડોર કસરતની પ્રવૃત્તિ તાજેતરના સમયમાં યુવા પેઢીમાં વધી છે. વહેલી સવારે મોટી સંખ્યામાં લોકો બાગબગીચામાં કસરત કરવા પહોંચી જાય છે. કેટલાક લોકો બહાર જવાના બદલે ઇન્દોરમાં રહીને કસરત કરે છે પરંતુ નવા અભ્યાસના તારણો આઉટ ડોર કસરતને પ્રોત્સાહન આપે  તેવા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here