આઈપીએલમાં ધમાકેદાર પ્રદર્શન બાદ સંજુ સેમસને કહ્યું- ગત વર્ષે સોગંધ ખાધા હતા

0
16
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૮

રાજસ્થાન રોયલ્સના બેટ્‌સમેન સંજુ સેમસને આઈપીએલની ૧૩મી સીઝનમાં અત્યાર સુધી ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. સેમસને અત્યાર સુધીની સતત બે ઇનિંગ્સમાં તોફાની બેટિંગ કરી અડધી સદી ફટકારી છે અને બંને વખત તે ‘મેન ઓફ ધ મેચ’ રહ્યો. તેણે ક્યારે આઈપીએલમાં સતત બે હાફ સેંચુરી બનાવી નહોતી પરંતુ રવિવારે તેણે આ કમાલ કરી.

મેચ બાદ સંજુ સેમસને મોટો ખુલાસો કરતા કહ્યું કે ગત વર્ષે પોતાને બદલવાના તેણે સમ ખાધા હતા. તેણે નક્કિ કર્યું હતું કે તેમાં ૧૦ વર્ષનું ક્રિકેટ બાકી છે. તેથી ગત એક વર્ષથી તે જબરદસ્ત મહેનત કરી રહ્યો છે. મેચ બાદ સંજુ સેમસને કહ્યું કે,‘હું મારી ગેમ અને ફિટનેસમાં પરિવર્તન જોઈ રહ્યો છું અને હું સારા માઇન્ડ ફ્રેમમાં પણ છું. ગત એક વર્ષથી હું ખૂબ જ મહેનત કરી રહ્યો છું. મારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે.

આ સિવાય સેમસને કહ્યું કે,‘ગત એક વર્ષથી જ હું સારી રીતે હિટ કરી રહ્યો છું. હું સારી મનોદશામાં છું. મારી પાસે આ શાનદાર ખેલ માટે હજું ૧૦ વર્ષ છે અને આ ૧૦ વર્ષમાં મારે સખત મહેનત કરવાની છે. મારા પરિવાર અને મારા મિત્રોએ મને ખૂબ સપોર્ટ કર્યો છે. જેનું પરિણામ સામે આવી રહ્યું છે.’ આપને જણાવી દઈએ કે સંજૂ સેમસને અત્યાર સુધી ૨ મેચ રમી જેમાં ૧૧૯ રન બનાવ્યા. ખાસ વાત એ છે કે સેમસને ૨૧૪ની સ્ટ્રાઇક રેટથી આ રન બનાવ્યા છે. અત્યાર સુધી સેમસને સૌથી વધુ ૧૬ છગ્ગા ફટકાર્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here