આઈપીએલઃ કેકેઆરના રંગમાં રંગાયુ બુર્જ ખલીફા, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

0
27
Share
Share

દુબઈ,તા.૨૩

આ વખતે લોકપ્રિય ટી૨૦ ટુર્નામેન્ટ આઈપીએલનું આયોજન યુએઈમાં થઈ રહ્યું છે. આજે લીગનો ૫મો મુકાબલો કોલકાતા નાઇટરાઇડર્સ(કેકેઆર) અને મુંબઈ ઇન્ડિયન્સવચ્ચે અબુધાબીમાં થશે. ત્યારે આ પહેલા દુનિયાની સૌથી મોટા કદની ઊંચી બિલ્ડિંગ બુર્જ ખલીફાએ મનમોહક એલઈડી ડિસ્પ્લે સાથે શાહરૂખ ખાનની આઈપીએલ ટીમ કોલકાતા નાઇટરાઇડર્સનું સ્વાગત કર્યું છે. સાથે જ આ વર્ષે આઈપીએલ માટે ટીમને શુભેચ્છા પાઠવી છે. કેકેઆરના રંગમાં રંગાયેલ દુબઈ ખાતે આવેલ બુર્જ ખલીફા ઇમારત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે.

બુધવારે મુંબઈ સામેના મુકાબલા સાથે કેકેઆર ટુર્નામેન્ટની શરૂઆત કરશે. તેથી ટીમના ખેલાડીઓ વિજયી શરૂઆત માટે પૂરજોશે મેદાન પર ઉતરશે. આપને જણાવી દઈએ કે કેકેઆર અત્યાર સુધી બે વખત આઈપીએલ ચેમ્પિયન બની છે.

મીડિયા રિપોર્ટ મુજબ કેકેઆરના કેપ્ટન દિનેશ કાર્તિકે કહ્યું કે મુંબઈ ઇન્ડિયન્સમાં વર્લ્ડ લેવલના ખેલાડી શામેલ છે અને આ જ કારણ છે કે આઈપીએલમાં ચાર વખત ચેમ્પિયન ટીમ સામે શરૂઆત કરવી અમારા માટે યોગ્ય છે. આપને જણાવી દઈએ કે અબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં આ મેચ ભારતીય સમય મુજબ સાંજે ૭.૩૦ વાગે શરૂ થશે. બંને ટીમ વચ્ચે અત્યાર સુધી ૨૫ મુકાબલા થયા છે. જેમાં ૧૯ વખત મુંબઈ અને ૬ વખત કેકેઆર જીતી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here