આઇસીડીએસ વિભાગ દ્વારા ધોળકા તાલુકામા પોષણ માસની ઉજવણી કરવામાં આવી

0
25
Share
Share

જ્યારે સ્વસ્થ ભોજન હશે ત્યારે જ તંદુરસ્ત જીવન થશે, માતાઓ ને બાળકો ને ગોળી સગર્ભા નારી પૂરક પોષણ ની સેવા માટે આંગણવાડી સારી

વિરમગામ :

દર વર્ષ ૧ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર માસની ઉજવણી કરવામાં આવે છે. આ કોરોનાની મહામારીમાં  પણ પોષણ માસને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. કોરોના વાયરસથી બચવા માટે સ્વચ્છ અને પૌષ્ટિક ખોરાક લેવો તે ખૂબ જ જરુરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલ સૂત્ર ‘‘સહી પોષણ દેશ રોશન‘‘ના ધ્યેય ને ધ્યાને લઇ ગુજરાતમાં કુપોષણ બાળ મૃત્યુદર, માતા મૃત્યુદર જેવી બાબતોને ઘટાડવા માટે આપણા મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી, ડીડીઓ અરુણ મહેશ બાબુ, પીઓ આઇસીડીએસ નરેન્દ્રસિંહ રાઠોડ,  સીડીપીઓ ધોળકા-૨ દર્શના પટેલ  તથા એમ.એસ બહેનો અને આંગણવાડી કાર્યકર હેલ્પર બહેનો આ માસની ઉજવણી ને ખૂબ જ સારું પ્રોત્સાહન આપી રહ્યા છે. જે અંતર્ગત મહિલા અને બાળ વિકાસ ધોળકા ઘટક -૨ માં ગનીપુર અને રંગરેજવાડમાં ધોળકા-૨ સેજા ના ૨૭ કેન્દ્રોની બહેનોએ ભેગા મળીને પોષણ માસની  ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં ભાજી પાલક ભાજી લીલી ડુંગળી મોડા બીજા કેટલાક લીલા શાકભાજી સરગવાના પાન ખૂબ જ સુંદર સંશોધન કરવામાં આવ્યું હતુ. અલગ અલગ કલરના કાગળથી તોરણ ઉન લેટર બોક્સ હેન્ડબેગ ઝુમ્મર પેન બોક્સ વગેરે બનાવવામાં આવ્યો.  ખૂબ જ સુંદર રીતે અનાજ જેમ કે સીંગદાણા ફણગાવેલા મગ ઘઉં-ચોખા તલ તુવેરદાળ ચણાદાળ બાફેલા ચણા બાફેલા મોત જેમાંથી ભરપૂર ફાઇબર અને વિટામિન્સ મળી રહે તેની ખૂબ જ સુંદર ડીશ તૈયાર કરવામાં આવી હતી ગાજર બીટ ભીંડા દાડમના દાણા કાકડી ખૂબ જ સુંદર આઇસીડીએસ સિમ્બોલ તૈયાર કર્યો હતો તેમ આઇસીડીએસ વિભાગની અખબારી યાદીમા જણાવ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here