આઇપીએલમાં નાયકમાંથી ખલનાયક બનવામાં વાર લાગતી નથી : સ્ટોઇનિસ

0
28
Share
Share

યુએઇ,તા.૨૪

દીલ્હી કેપિટલ્સના સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે કહ્યું હતું કે બિગ બેશ લીગમાં સારો દેખાવ કરવા બદલ આત્મવિશ્વાસ વધી ગયો હતો અને તેમ છતાં હું મારી જાત પર દબાણ લાદવા માગતો ન હતો. આમ કરવાથી આઇપીએલ (ૈંઁન્)માં દિલ્હી માટે સારો દેખાવ કરવામાં મદદ મળી હતી. જોકે આ ઓલરાઉન્ડરનું કહેવું છે કે આઇપીએલમાં એક મેચમાં જ સારું પ્રદર્શન થયું છે. અહીં એકાદ મેચમાં જ નાયકમાંથી ખલનાયક બનતા વાર લાગતી નથી.

માર્કસ સ્ટોઇનિસે કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં ૨૧ બોલમાં ૨૩ રન ફટકારી દીધા હતા. તેની બેટિંગને કારણે દિલ્હીની ટીમે ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૫૭ રનનો સ્કોર નોંધાવ્યો હતો. ત્યાર બાદ બોલિંગમાં પણ સ્ટોઇનિસે કમાલ કરીને બે વિકેટ ઝડપી હતી. મેચ સુપર ઓવર સુધી પહોંચી હતી જેમાં દિલ્હીનો વિજય થયો હતો.

બિગ બેશ લીગમાં મેલબોર્ન સ્ટાર્સ માટે ૭૦૫ રન ફટકારનારા સ્ટોઇનિસે જણાવ્યું હતું કે આ વખતે મારો આત્મવિશ્વાસ ભરપુર છે. આ ઉપરાંત આ વખતે હું મારી ઉપર વધારે દબાણ લાવવા માગતો નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here