આઇપીએલમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે ખેલાડીઓની સાથે ફેમિલી મેમ્બર્સે પણ પહેરવું પડશે બ્લૂટૂથ બેજ

0
21
Share
Share

ન્યુ દિલ્હી,તા.૦૨

ઇન્ડિયન પ્રીમિયર લીગ માં કોરોનાથી કોઈ પ્રોબ્લમ ન થાય, તેથી ભારતીય ક્રિકેટ બોર્ડ તમામ પ્રયાસ કરી રહી છે. આ સંદર્ભમાં, લીગમાં સામેલ ખેલાડીઓ અને અધિકારીઓને કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે બોર્ડે બ્લૂટૂથ બેજ આપ્યા છે. ખેલાડીઓની સાથે યુએઈમાં આવેલા ફેમિલી મેમ્બર્સને પણ આ બેજ પહેરવા પડશે. તે જ સમયે, એક હેલ્થ એપ્લિકેશન પણ તૈયાર કરવામાં આવી છે, જેમાં દરેકને દરરોજ બોડી ટેમ્પ્રેચર વિશે માહિતી આપવાની છે.

ફ્રેન્ચાઇઝના એક અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે દરેક ટીમને એક વ્હિસલના આકારનું એક નાનું ઇલેક્ટ્રોનિક બેજ આપવામાં આવ્યું છે. ખેલાડીઓએ આ બ્લૂટૂથ બેજને દરેક સમયે પહેરવું પડે છે. તેનો ડેટા સીધો બીસીસીઆઈને જાય છે. આનાથી કોઈપણ સંક્રમણના કેસમાં કોન્ટેક્ટ ટ્રેસિંગમાં મદદ મળશે અને સંક્રમણને રોકાશે. અધિકારીએ વધુમાં માહિતી આપી કે હોટલના રૂમની અંદર ગયા પછી આ બેજ ખોલી શકાશે.

પરંતુ, રૂમની બહાર હોવાના કિસ્સામાં, દરેકને આ બેજ પહેરવું જરૂરી છે. મેચ દરમિયાન ખેલાડીઓ તેને ઉતારી શકશે. ફ્રેન્ચાઇઝના અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, બીસીસીઆઈએ ખેલાડીઓ, અધિકારીઓ અને પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે એક હેલ્થ એપ તૈયાર કરી છે. દરેક વ્યક્તિએ આ હેલ્થ એપ્લિકેશનમાં દરરોજ તેના સ્વાસ્થ્યને લગતી માહિતી આપવી પડશે. ખાસ કરીને, તેમનું બોડી ટેમ્પ્રેચર જણાવવાનું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here