આઇપીએલઃ ક્રિસ ગેલ ફિટ,આરસીબી સામે રમશે

0
22
Share
Share

દુબઇ,તા.૧૩

કિંગ્સ ઇલેવન પંજાબ માટે આઈપીએલ ૨૦૨૦ અત્યાર સુધી સારી રહી નથી. ટીમે અત્યાર સુધી સાત મેચ રમી છે અને માત્ર એક જીત મેળવી છે. ટીમે આગામી મેચ શાનદાર ફોર્મમાં ચાલી રહેલ રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે રમવાની છે. આ મુકાબલા પહેલા પંજાબ માટે એક સારા સમાચાર આવ્યા છે. દિગ્ગજ બેટ્‌સમેન ક્રિસ ગેલ ફૂડ પોઇઝનિંગમાંથી બહાર આવી ગયો અને તે આગામી મેચમાં રમી શકે છે.

ઉલ્લેખનીય છે કે ટીમના હેડ કોચ અનિલ કુંબલેએ જાણકારી આપી હતી કે પાછલા સપ્તાહે હૈદરાબાદ વિરુદ્ધ ગેલ ફૂડ પોઇઝનિંગને કારણે રમી શક્યો નહીં. ૪૧ વર્ષીય આ ખેલાડી શનિવારે કોલકત્તા સામે પણ બહાર રહ્યો હતો.

ગેલે હોસ્પિટલમાંથી એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. પંજાબની ટીમે સોમવારે અભ્યાસ સત્ર દરમિયાન નેટ્‌સમાં હાજર ગેલની તસવીર શેર કરી હતી. સમાચાર એજન્સી પીટીઆઈને ટીમના એક સૂત્રએ કહ્યું કે, તે હવે ઠીક છે અને સંભાવના છે કે ગુરૂવારે આરસીબી વિરુદ્ધ મેચ રમશે. આ મેચ શારજાહમાં રમાવાની છે, જ્યાં મેદાન ખુબ નાનું છે. આ મેદાન ગેલ જેવા હિટર માટે આદર્શ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here