આઇએસઆઇએસના નિશાના પર છે ભારત

0
19
Share
Share

નવીદિલ્હી તા. ૨૬

સંયુક્ત રાષ્ટ્રનો એક ૨૪ પાનાનો રિપોર્ટ જોતા શું આઇએસઆઇએસ હવે ભારત માટે જોખમી બન્યું છે તેવો સવાલ જાગે છે. સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલ પ્રમાણે આઇએસઆઇએસના ૧૮૦થી ૨૦૦ સદસ્યો ભારતમાં સક્રિય છે. આ તમામ સદસ્યો કેરળ અને કર્ણાટક રાજ્યોમાં ફેલાયેલા છે. આઇએસઆઇએસએ ભારતમાં ’વિલાયાહ ઓફ હિંદ’ પ્રાંત બનાવવાની જાહેરાત કરેલી છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ પ્રમાણે આઇએસઆઇએસ કોવિડ-૧૯ મહામારીના નામે લોકો પાસેથી પૈસા માંગી રહ્યું છે અને તેમના વચ્ચે પોતાનો પ્રોપેગેન્ડા ફેલાવી રહ્યું છે. જે મેગેઝિન વડે લોકડાઉન દરમિયાન પ્રોપેગેન્ડા ફેલાવવા પ્રયત્ન થઈ રહ્યો છે તે મેગેઝિન પણ સામે આવી છે.આ પત્રિકામાં મુસ્લિમ સમુદાયના લોકોને કોવિડ કેરિયર્સ બનીને પ્રદેશમાં વાયરસ ફેલાવવાનું કહેવામાં આવ્યું છે. તેમાં તમામ મુસ્લિમોને મહામારી અવસર છે તેમ બતાવી કોરોના જેહાદ ફેલાવવા કહેવામાં આવ્યું છે. ભારતીય તપાસ એજન્સીઓને આ દિશામાં અનેક સફળતા પણ મળી છે. તેમણે કેરળ અને કર્ણાટકમાં આવા કેટલાક લોકો વિરૂદ્ધ કાર્યવાહી પણ કરી છે. આ તમામ લોકો ટેલિગ્રામની મદદથી પોતાનું સંગઠન ચલાવે છે. સાથે જ ફેસબુક પર પણ ફેક નામથી એક્ટિવ છે.હાલ સ્પેશિયલ સેલ અને રાષ્ટ્રીય તપાસ એજન્સી ખુરાસાન મોડ્યુલની તપાસ કરી રહ્યા છે જે મેગેઝિન દ્વારા પ્રોપેગેન્ડા ફેલાવે છે. આ મામલે અત્યાર સુધીમાં ૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમના નામ હિના બશીર બેગ, જહાનજેબ, અબ્દુલ બાશિત, સાદિયા અનવર શેખ અને નબેલ છે. તેઓ નાગરિકતા સંશોધન કાયદો અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરના નામે યુવાનોને રેડિક્લાઈજ કરી રહ્યા છે. તેઓ દિલ્હીમાં લોન વુલ્ફ એટેકનું પ્લાનિંગ પણ કરી રહ્યા હતા. સાથે જ આતંકવાદી ઘટનાને પૂર્ણ સ્વરૂપ આપવા તે લોકો આતંકવાદીઓ પાસેથી વિસ્ફોટક વગેરેની માંગ કરી રહ્યા હતા.જો કે માર્ચ મહીનામાં જ આઇએસઆઇએસના એક મોડ્યુલનો ખુલાસો થઈ ગયો હતો અને તેમ છતા ભારત વિરોધી મેગેઝિન પ્રકાશિત થઈ રહ્યું છે. તેના ત્રીજા અને છઠ્ઠા એડિશનના મેગેઝિન પણ મળી આવ્યા છે. લોકડાઉન દરમિયાન પ્રકાશિત થયેલા એક મેગેઝિનને મૌલાના સાદ અને જમાત નામ આપવામાં આવેલું. તેમાં મૌલાના સાદની કથિત કોરોના ફેલાવવાને લઈ પ્રશંસા કરવામાં આવી છે. સાથે જ દિલ્હી હિંસા મામલે ધરપકડ કરવામાં આવેલા જામિયાના વિદ્યાર્થીઓને લઈ લોકોને બદલો લેવા અપીલ કરવામાં આવી છે. મેગેઝિનમાં મુસ્લિમ સમુદાયના લોકોને કોરોના મહામારીનો લાભ લઈને કોરોના કેરિયર બની વાયરસ ફેલાવવા કહેવામાં આવ્યું છે. તે સિવાય પોલીસ વિરૂદ્ધ વુલ્ફ એટેક કરવા પણ પ્રોત્સાહિત કરાયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here