ન્યુ દિલ્હી,તા.૨૨
આઇએનએક્સ મીડિયા કેસમાં સોમવારે સુપ્રીમ કોર્ટે પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને મોટી રાહત મળી છે જેમાં તેમને વિદેશ જવાની મંજૂરી આપી હતી. જો કે, કોર્ટે વિદેશ જવા માટે બે શરતો રાખી છે. પહેલી શરત એ છે કે, પ્રવાસ પહેલા બે કરોડ રૂપિયા જમા કરાવવાના પડશે અને જ્યારે બીજી શરત એ છે કે, વિગતવાર યાત્રા કાર્યક્રમ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશે.
સીબીઆઇએ ૧૫મે ૨૦૧૭ના રોજ મીડિયા કંપની આઇએનએક્સ મીડિયા સામે એફઆઇઆર દાખલ કરી હતી. આઇએનએક્સ મીડિયા પર વિદેશી ભંડોળ ૩૦૫ કરોડ રૂપિયાને લેવા માટે વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડની મંજૂરીમાં ઘણી ગેરરીતિઓ આચર્યાનો આરોપ છે. જણાવી દઈએ કે વર્ષ ૨૦૦૭ દરમિયાન જ્યારે કંપનીને રોકાણ માટે મંજૂરી આપવામાં આવી હતી, ત્યારે પી. ચિદમ્બરમ નાણાં પ્રધાન હતા.