આંદોલન યથાવત્‌ જ રહેશેઃ ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું નિવેદન

0
16
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૨

સુપ્રીમ કોર્ટ દ્વારા આગલા આદેશ સુધી ત્રણે કૃષિ કાયદા ઉપર સ્ટે લગાવામાં આવયો છે. સાથે જ કોર્ટે આ અંગે એક કમિટિ ગઠનનો આદેશ પણ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આવા નિર્ણય બાદ પણ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે આંદોલન શરુ જ રહેશે. તેમણે કહ્યું કે તેઓ ખેડૂતો સાથે ચર્ચા કરીને નક્કી કરશે કે તેઓ કમિટિ પાસે જશે કે નહીં.

તેમણે આગળ કહ્યું કે જો સરકારે બળજબરી વડે આંદોલનકારી ખેડૂતોને દૂર કરવાનો પ્રયાસ કર્યો તો તેમાં ૧૦ હજાર લોકોના મોત થઇ શકે છે. રાકેશ ટિકૈતની આ વાતથી ફરી એક વખત ચર્ચા શરુ થઇ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા દોઢ મહિના કરતા પણ વધારે સમયથીરાજધાની દિલ્હીની સીમાઓ પર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ખેડૂતો ત્રણે કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગ કરી રહ્યા છે.

ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે અમે ખેડૂતોની કમિટિમાં આ અંગે ચર્ચા કરીશું. ૧૫ જાન્યુઆરીએ સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠકમાં સામેલ થશું. કોર્ટે જે કમિટિ બનાવવાની વાત કરી છે, તેમાં જઇશું કે નહીં તે અંગેનો નિર્ણય બાદમાં કરીશું, પરંતુ આંદોલન તો શરુ જ રહેશે. જ્યાં સુધી ત્રણે કૃષિ કાનૂન પરત લેવમાં નહીં આવે ત્યાં સુધી ઘરવાપસી નહીં થાય.

રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂતો ૨૬ જાન્યુઆરીએ પરેડ કરીને રહેશે. સરકાર એવું વિચારે છે કે ખેડૂતોને દૂર કરવામાં એક હજાર લોકોના મોત થઇ શકે છે, પરંતુ આ ધારણા ખોટી છે. જો અમને બળજબરી પૂર્વક દૂર કરવાનો પ્રયાસ થયો તો ૧૦ હજાર લોકોના મોત થઇ શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here