આંદોલનને દબાવવાની કોશિશ થઇ રહી છેઃ સંજય રાઉત

0
34
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨

કિસાન આંદોલન દિલ્હીની સરહદો પર ચાલી રહ્યું છે. તેવામાં આજે કિસાન નેતા રાકેશ ટિકૈતને મળવા શિવસેના નેતા સંજય રાઉત પહોંચ્યા હતા. મહત્વનું છે કે સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા ૬ ફેબ્રુઆરીએ દેશભરમાં ચક્કાજામ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ દિલ્હીની સરહદો પર ઘેરાબંધી કરી દેવામાં આવી છે.

મહત્વનું છે કે શિવસેના નેતા સંજય રાઉત ની સાથે પાર્ટી સાંસદ અરવિંદ સાવંત પણ ગાઝીપુર બોર્ડર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યુ કે, તેને જે સંદેશ આપવાનો હતો તે આપી દીધો છે. અમે કિસાનોની સાથે રહેશું. સરકારે રાજનીતિ વગર વાતચીત કરવી જોઈએ. અહંકારથી દેશ ચાલતો નથી. મહત્વનું છે કે શિવસેનાના નેતાઓએ કિસાનોની માંગોનું સમર્થન કર્યુ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here