આંદોલનકારી ખેડૂતોની પડખે સુપ્રિમઃ મોદી સરકારની ઝાટકણી કાઢી

0
23
Share
Share

કૃષિ કાયદા પર તમે રોક લગાવશો કે અમે પગલાં ભરીએ?

આ મામલે આજે વધુ સુનાવણી હાથ ધરાશે, તમે મામલાને હેન્ડલ નથી કરી રહ્યા, અમારે જ પગલાં લેવાં પડશે, કોર્ટે પૂછ્યું કે થોડા સમય માટે પ્રતિબંધ લગાવવામાં વાંધો શુ છે?

આ જો તમે નહીં રોકો તો અમે રોકી દઇશું કાયદા, સરકારે જે પ્રકારે કામ લીધું તેનાથી કોર્ટે નિરાશા વ્યકત કરી, સરકાર જે રીતે ડીલ કરી રહી છે તેનાથી અમે નિરાશ

…તો સુપ્રીમ કોર્ટ કૃષિકાયદા પર સ્ટે લાવશેઃ મુખ્ય ન્યાયાધીશ

સુપ્રિમે પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા આર એમ લોઢાની અધ્યક્ષતામાં કમિટિ બનાવવાનું સૂચન પણ આપ્યું

ન્યુ દિલ્હી,તા.૧૧

સુપ્રીમ કોર્ટે કૃષિ કાનૂનો પર આજે સખત વલણ અપનાવતાં સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે સરકારને સીધો સવાલ કર્યો કે તે કાનૂનને સ્થગિત કરે છે કે પછી તેના પર રોક લગાવી દે? કોર્ટે કહ્યું કે ખેડૂતોની ચિંતાઓને કમિટીની સામે રાખવાની જરૂર છે. તેમણે પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા આર એમ લોઢાની અધ્યક્ષતામાં કમિટિ બનાવવાનું સૂચન પણ આપ્યું. લોઢા સ્પોટ ફિક્સિંગ મામલામાં બનાવાયેલી કમિટિના અધ્યક્ષ પણ હતા. કોર્ટે ખેડૂત આંદોલન પર સરકારના વિવાદને ઉકેલવાની રીત સામે પણ નારાજગી વ્યક્ત કરી છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સરકારને તીખા સવાલો પણ પુછ્યા હતા. નોંધનીય છે કે આ મામલાને કાલે ફરીથી સાંભળવામાં આવશે અને તેમાં કમિટીના ગઠનને લઈને મોટો નિર્ણય સામે આવી શકે છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું કે અમે નથી સમજતાં કે તમે યોગ્ય રીતે મામલાને હેન્ડલ કર્યો છે. કોર્ટે કહ્યું કે, અમે અત્યારે કાનૂનના મેરિટ પર જઈ રહ્યા નથી પણ અમારી ચિંતા હાલની ગ્રાઉન્ડ સ્થિતિને લઈને છે જે ખેડૂતોના પ્રદર્શનને કારણે થઈ છે.

ખેડૂત સંગઠનોના વકીલ દુષ્યંત દવેએ કહ્યું કે, અમે ૨૬ જાન્યુઆરીને ટ્રેક્ટર માર્ચ કરવા જઈ રહ્યા નથી. તેઓએ કહ્યું કે આટલો મહત્વપુર્ણ કાયદો કેવી રીતે સંસદમાં ચર્ચા વગર ધ્વનિમતથી પાસ કરી દેવાયો.

ચીફ જસ્ટિસે કહ્યું કે અમને ખુશી થઈ છે કે દવેએ આમ કહ્યું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે પ્રદર્શનની વિરોધમાં નથી પણ જો કાનૂન પર રોક લગાવી દેવામાં આવે છે તો ખેડૂત શું પ્રદર્શન સ્થળથી પોતાના ઘરે પરત જતાં રહેશે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ખેડૂત કાનૂન પરત ખેંચવા ઈચ્છે છે જ્યારે સરકાર મુદ્દાઓ પર વાત કરવા માગે છે. અમે અત્યારે કમિટી બનાવીશું અને કમિટીની વાતચીત ચાલુ રહેવા સુધી કાનૂનના અમલ પર અમે સ્ટે મૂકીશું.

જ્યારે સોલિસિટર જનરલે કમિટી માટે નામની ભલામણ માટે એક દિવસનો સમય માગ્યો તો ઝ્રત્નૈંએ કહ્યું કે, અમે રિટાયર થઈ રહ્યા છીએ. અમે આદેશ જાહેર કરીશું. તેના પર એટોર્ની જનરલે કહ્યું કે, આદેશને કાલે આપજો, ઉતાવળ ન કરો. તો સીજેઆઈએ કહ્યું કે, કેમ નહીં? અમે તમને બહુ લાંબો રસ્તો આપ્યો છે. અમને ધીરજ પર લેક્ચર ન આપો. અમે નક્કી કરીશું કે ક્યારે આદેશ આપવાનો છે. અમે આદેશનો અમુક ભાગ આજે આપી શકીએ છીએ અને બાકીનો કાલે.

વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે, જો કોર્ટ કાનૂન પર રોક લગાવે છે તો ખેડૂત પોતાનું આંદોલન પરત લઈ લે. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે મિસ્ટર સાલ્વે, બધું એક આદેશથી હાંસલ કરી શકાતું નથી. ખેડૂત કમિટી પાસે જશે. કોર્ટ એ આદેશ પારિત કરી શકતી નથી કે નાગરિક પ્રદર્શન કરી શકતા નથી. સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે. ખેડૂત આત્મહત્યા કરી રહ્યા છે. ખેડૂત કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે. તેઓને પોતાની સમસ્યાઓ કમિટીને સામે કહેવા દો. આ કમિટીના રિપોર્ટ ફાઈલ કર્યા બાદ કાનૂન પર કોઈ નિર્ણય લેવામાં આવશે.

ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ કોઇપણ નાગરિકને એ આદેશ આપી શકતી નથી કે તમે પ્રદર્શન ના કરો. હા એ ચોક્કસ કહી શકાય કે તમે આ જગ્યાએ પ્રદર્શન કરો. જો કોઇ ઘટના બને છે તો તેના માટે જવાબદાર બધા રહેશે. ચીફ જસ્ટિસે કહ્યું કે અમને લાગે છે કે જે રીતે ધરણા પ્રદર્શન પર હરકતો (ઢોલ-નગારા વગેરે) થઇ રહી છે તેને જોતા લાગે છે કે એક દિવસ શાંતિપૂર્ણ પ્રદર્શનમાં કંઇક ઘટિત થઇ શકે છે. અમે નથી ઇચ્છતા કે કોઇ ઘાયલ થાય.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here