આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પરના પ્રતિબંધને વધુ એક મહિના માટે લંબાવાયો

0
31
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૯

આંતરરાષ્ટ્રીય કમર્શિયલ ફ્લાઈટ પરના પ્રતિબંધને લંબાવી દેવામાં આવ્યો છે. ભારત સરકારનું કહેવું છે કે, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્‌સ પર લાગેલો પ્રતિબંધ ૨૮મી ફેબ્રુઆરી સુધી અમલી રહેશે. ડીજીસીએએ આ જાણકારી આપી હતી.

કોરોનાકાળમાં નવા સ્ટ્રેનના ભયને જોતા યુરોપિયન દેશોમાં વધી રહેલા કેસો વચ્ચે આ નિર્ણય કરવામાં આવ્યો છે. રેગ્યૂલર ફ્લાઈટ પર જ્યાં એકબાજુ પ્રતિબંધ છે ત્યારે વંદે ભારત મિશન હેઠળ સિમિત સંખ્યામાં ફ્લાઈટ શરૂ છે.

ભારતે અન્ય દેશોની રેગ્યૂલર ફ્લાઈટ પર પ્રતિબંધ જાળવી રાખ્યો છે પરંતુ ઘરેલું ફ્લાઈટ્‌સના સંચાલનમાં સતત ઝડપ આવી રહી છે. ભારતીય વિમાનન કંપનીઓ માટે ઘરેલુ ફ્લાઈટ્‌સ સંચાલન સંખ્યાને કોરોનાથી પહેલાના સ્તરની સરખામણીએ ૭૦થી વધીને ૮૦ ટકા કરવામાં આવી ચુક્યું છે. વિમાનન કંપ્નીઓ કોરોનાકાળ પહેલાના સ્તરની સરખામણીએ ૭૦ ટકા ઘરેલુ પેસેન્જર ફ્લાઈટ સંચાલન કરી શકે છે. ડોમેસ્ટીક ફ્લાઈટ સંચાલન ૨૫મી મેએ ૩૦ હજાર મુસાફરો સાથે શરૂ થયું હતું અને હવે ૩૦ નવેમ્બર ૨૦૨૦એ આ આંકડો ૨.૫૨ લાખે પહોંચ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here