અહો આશ્ચર્યમ ! સુરતમાં હવે રોબોટિક નર્સ કરશે કોરોનાના દર્દીઓની સારવાર

0
36
Share
Share

સુરત,તા.૭

ગુજરાત કોરોના કાળમાં દરેક પ્રકારે અગ્રણી રહ્યું છે. સ્મીમેર હોસ્પિટલમાં હવે કોરોના દર્દીઓ માટે રોબર્ટ નર્સ સેવા આપશે. સુરતમાં કોરોનાના કાળ દરમિયાન કેટલોક ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ ફરજ બજાવવા માટે આનાકાની કરે છે તેવામાં હવે રોબર્ટ નર્સ સેવા આપશે. એલ એન્ડ ટી કંપનીએ સુરત મહાનગરપાલિકાએ ત્રણ રોબોટિક નર્સ અર્પણ કરી છે.

જયપુરની કંપની દ્વારા આ રોબોટિક નર્સ તૈયાર કરવામાં આવ્યો છે. ફુલ્લી ઓટોમેટિક નર્સ દર્દીઓને દવા અને સાહિત્ય અન્ય જીવન જરૂરી વસ્તુઓ આપી શકશે. મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ આ રોબોટિક નર્સ તૈયાર કરવામાં આવ્યો છે. કોવિડ વોર્ડમાં રોબોટિક નર્સને તહેનાત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના સમય દરમિયાન ગુજરાત દરેક પ્રકારે અગ્રણી રહ્યું છે. પછી તે વેન્ટિલેટર હોય પીપીઇ કીટ હોય કે કોરોનાની રસી શોધવા બાબતે હોય કે ગુજરાતીઓ અને ગુજરાતી કંપનીઓએ ખુબ જ અગ્રણી ભુમિકા ભજવી છે. આ મહામારીમાંથી વિશ્વોત્થાન થાય તે માટેના પ્રયાસો કર્યા છે. તેવામાં રોબોટિક નર્સ એ અનોખી પહેલ છે. જે સમગ્ર વિશ્વ માટે આશિર્વાદ રૂપ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here