અસારવામાં ડોર ટુ ડોર સર્વેની કામગીરીનું નિરીક્ષણ કરાયું

0
68
Share
Share

અમદાવાદ, તા. ૧૪

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. શ્રીમતિ જયંતિ રવિએ અમદાવાદના અસારવા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલી ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા ઘરે ઘરે જઈને આરોગ્યનું સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. લોકોને સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નો પૂછીને તેમની જાતે માહિતી મેળવવામાં આવી રહી છે. જરૂર જણાય તેવા કિસ્સાઓમાં તેમને હોસ્પિટલનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. અગ્ર સચિવ ડૉ. શ્રીમીત જયંતિ રવિએ પણ કેટલાક ઘરોની મુલાકાત લઈને નાગરિકોને શું કાળજી લેવી તેની સમજણ આપી હતી. ઘરમાં વડીલોની વધુ સંભાળ રાખવા તેમણે સૂચનો કર્યા હતાં અને સૌને માસ્ક પહેરવાની તાકીદ કરી હતી.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા થઈ રહેલા ડોર ટુ ડોર સર્વેલન્સનું મોનિટરીંગ કરીને તેમણે આ કામગીરીને વધારે સુંદર અને અસરકારક બનાવવા કેટલાક સૂચનો કર્યાં હતા.

કોરોના સામેની લડાઈમાં રાજ્યભરના ડૉક્ટર્સ ફ્રન્ટલાઈન વૉરિયર્સ બની રહ્યાં છે. પોતાના પરિવારના સહકારથી સમાજના હિતમાં સક્રિય ડૉક્ટર્સની સતત સાથે રહેવાની નોંધપાત્ર ભૂમિકા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન નિભાવી રહ્યું છે. આઈએમએ એટલે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાત સ્ટેટ બ્રાન્ચ ડોક્ટર્સને પાયાની સુવિધા પૂરી પાડવા સક્રિય છે. મિશન વિજય કૉવિડ-૧૯ અંતર્ગત અમદાવાદની સિવિલ હોસ્પિટલ, સોલા સિવિલ, વી.એસ. સંલગ્ન તેમજ અન્ય હોસ્પિટલો ઉપરાંત રાજકોટ, ભાવનગર, જામનગર, સુરત અને વડોદરાની મેડિકલ કૉલેજોના ફ્રન્ટલાઈન વોરિયર્સ એવા ૪૦૦૦ રેસીડન્ટ ડૉકટર્સને ૮૦૦૦ એન-૯૫ માસ્ક, ૫૦૦૦ ફેસ શિલ્ડ અને ૮૦૦૦ સેનેટાઈઝરનું અત્યાર સુધીમાં બે તબક્કામાં વિતરણ કરવામાં આવ્યું છે. આઈએમએના મિશન વિજય કોવિડના ચેરમેન ડૉ. તુષાર પટેલ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચના પ્રમુખ ડો. ચંદ્રેશ જરદોશ અને માનદ મંત્રી ડો. કમલેશ સૈનીના વડપણ હેઠળ આઈએમએ ફ્રન્ટલાઈન વોરિયર્સ એવા ડૉક્ટર મિત્રોેને આવશ્યક સુરક્ષા સાધનો પહોંચતા કરવાની મદદ માટે સદૈવ તત્પર છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here