અવમાનના કેસઃ બાર કાઉન્સિલે ૨૩ ઑક્ટોબરે પ્રશાંત ભૂષણને કોર્ટ સમક્ષ હાજર થવા કહ્યું

0
27
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૪

દિલ્હી બાર કાઉન્સિલ (બીસીડી)એ, વરિષ્ઠ ધારાશાસ્ત્રી પ્રશાંત ભૂષણને અવમાનના મામલે સુપ્રીમ કોર્ટે દોષિત ઠરાવ્યા એ મુદ્દે ૨૩ ઓકટોબરે કોર્ટ સમક્ષ રજૂ થવા જણાવ્યું છે. કોર્ટે ભૂષણને એક રૂપિયાનો પ્રતીકાત્મક દંડ ફટકાર્યો હતો.  બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ અવમાનના મામલે ભૂષણનો કેસ વિવેચન તથા કાનૂનને મંજૂર હોય એવો નિર્ણય લેવા માટે ૬ સપ્ટેમ્બરે દિલ્હી બાર કાઉન્સિલને મોકલ્યો હતો.

દિલ્હી બાર કાઉન્સિલે પ્રશાંત ભૂષણ પાસે જવાબ માગ્યો છે કે ન્યાયતંત્ર વિરૂધ્ધ કથિત વિવાદિત ટ્‌વીટ બદલ એમને દોષિત ઠરાવાતા એક વકીલ તરીકેની એમની નોંધણી રદ કરવાની કાર્યવાહી કેમ શરૂ ના કરવી જોઇએ ?

ભૂષણને ૨૩ ઓકટોબરે બપોરે ૪ વાગ્યે રૂબરૂ અથવા એમના અધિકૃત પ્રતિનિધિ એવા કોઇ વકીલ અથવા વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સુપ્રીમ કોર્ટ સમક્ષ ઉપસ્થિત થવા જણાવાયું છે. ભૂષણને નોટિસ મળ્યાના ૧૫ દિવસમાં બાર કાઉન્સિલને જવાબ આપવો પડશે.

પ્રશાંત ભૂષણે જણાવ્યું કે એમને દિલ્હી બાર કાઉન્સિલની ઉપરોક્ત નોટિસ મળી છે. જો ભૂષણ નિશ્ચિત દિવસે ઉપસ્થિત નહિ થાય તો એકપક્ષીય કાર્યવાહી કરવામાં આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here