અલ વાકબામાં ૨૦ હજાર મીટરમાં BAPSનું સ્વામિનારાયણ મંદિર બનશે

0
21
Share
Share

અબુધાબી,તા.૧૪

૨૫ હજાર ઘનફૂટ પથ્થરો પર રાજસ્થાન, ગુજરાતમાં કોતરણી કરાઈ

અબુધાબી સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર મેસેજ મૂક્યા

સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ની રાજધાની અબુધાબીમાં પઅલ વાકબાથ નામની જગ્યામાં ૨૦ હજાર વર્ગમીટર જમીનમાં ઇઅઙજ સંસ્થા દ્વારા ભવ્ય સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવી રહ્યું છે, ત્યારે બીએપીએસ સંસ્થા દ્વારા મંદિરની ફાઈનલ ડિઝાઈન અને હાથથી કોતરેલા નકશીદાર પથ્થરના સ્તંભોની કામગીરી પૂર્ણ કરાઈ છે. આ ઉપરાંત બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)ના જણાવ્યા અનુસાર, આ ભવ્ય મંદિર નિર્માણમાં હિંદુ ગ્રંથનાં મહાકાવ્યો, ધર્મગ્રંથો, પ્રાચીન કથાઓ અને ખાડી દેશોમાં લોકપ્રિય રૂપાંકનોનાં દૃશ્યો મંદિરના અગ્રભાગને સુશોભિત કરાશે. આ અંગે અબુધાબી સ્થિત ભારતીય દૂતાવાસના ઓફશિયલ ટ્વિટર હેંડલ પરથી ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે. દૂતાવાસે ભારતમાં આકાર લઈ રહેલા અબુધાબીના પ્રથમ હિંદુ મંદિરનું જટિલ નકશીકામ કેપ્શનથી ટ્વીટ કર્યું છે.

ભારતીય દૂતાવાસના આંકડાઓ પ્રમાણે, યુએઈમાં ૨૬ લાખ ભારતીય રહે છે, જે ત્યાંની વસતિનો ૩૦% ભાગ છે. યુએઈ સરકારે અબુધાબીમાં અલ વાકબા નામની જગ્યાએ ઇઅઙજને ૨૦,૦૦૦ વર્ગમીટરની જમીન આપી હતી, જે અબુધાબીથી ૩૦ મિનિટના અંતરે છે. નરેન્દ્ર મોદીએ ૨૦૧૮માં પોતાના દુબઈના બે દિવસીય પ્રવાસ દરમિયાન ત્યાંના ઓપેરા હાઉસમાં વિડિયો-કોન્ફરન્સિંગ દ્વારા આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here