“અલ્યાહવેતોસુધરો ” હેશટેક સાથે ટ્રેન્ડ ટિ્‌વટર ઉપર છવાયો

0
24
Share
Share

ગુજરાત કોંગ્રેસ સોશિયલ મીડિયા દ્વારા જનતાનો અવાજ બુલંદ કરવા અને ભ્રષ્ટ શાસકોની શાન ઠેકાણે લાવવા પગલું

અમદાવાદ, તા.૨

છેલ્લા ૨૫ ઉપરાંત વર્ષોથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું રાજ છે, મહાનગર પાલિકા હોયકે નગરપાલિકા રસ્તાઓ પર મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્ય વ્યાપેલું હોય છે, કેટલીયે જગ્યાએ તો એવું લાગે છે કે રસ્તામાં ખાડો છે કે ખાડામાં રસ્તો. ઉલ્લેખનીય છે કે આ મહિનામાં ગુજરાતની મહાનગર પાલિકાઓ, પાલિકાઓ તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોની ચૂંટણી થવા જઈ રહી છે. જેની તારીખો જાહેર પણ થઈ ગઈ છે. મહાનગર પાલિકામાં વેરોતો જનતા ભરેજ છે અને ના ભરેતો નોટિસો મળે કે પછી ઢોલ નગારાં વગાડી જનતાનું અપમાન કરવામાં ભાજપનું શાશન કોઈ કસર છોડતું નથી પણ પીવાના પાણી માટે જનતા વલખા મારે છે અથવા તો દુગંધવાળું, કે ગંદકી મિશ્રિત પાણી ઘરે આવે છે ને સાથો સાથ મહાનગર પાલિકાના પાપના કારણેજ નતા ને બીમારીઓની ભેટ મળે છે એ વધારામાં.

ગુજરાતમાં મહિલાઓ મોંઘવારીથી ત્રસ્ત છે, યુવાનો બેરોજગારી થી ત્રસ્ત છે, ત્રણ કાળા કાયદા ઓ ને લઈને ખેડૂતો ત્રસ્ત છે, ગુજરાતની જનતા અહંકારી અને ભ્રષ્ટાચારી શાસનથી કંટાળી ગઈ છે, કોરોના મહામારીમાં ગુજરાતની જનતા સરકાર તરફથી રાહતની રાહ જોઈને બેઠી હતી પણ ગુજરાતની ભાજપ સરકારે અવનવા તઘલગી નિર્ણય લઈ જનતાના જીવ જોખમમાં મૂક્યા અને કરોડો રૂપિયાના દંડ ઉઘરાવ્યા.

આમ આભ્રષ્ટાચારમાંઓ તપ્રોત ભાજપના કુશાશનના કારણે જનતા ત્રાહિત્રા હિથઈ છે ત્યારે સોશ્યલ મીડિયાના માધ્યમથી જનતાનો અવાઝ બુલંદ કરવા અને ભ્રષ્ટશાસકોની શાન ઠેકાણે લાવવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા ઈંઅલ્યાહવેતોસુધરો હેશટેગ ટિ્‌વટર અને ફેસબુક પર ચાલવામાં આવ્યો હતો.

જે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાને ટિ્‌વટર પર ટ્રેન્ડ થયો હતો, જેમાં કોંગ્રેસ  કાર્યકર્તાઓ અને ગુજરાતની જનતાએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે આ મહિનામાં ગુજરાતની મહાનગર પાલિકાઓ, પાલિકાઓ તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોની ચૂંટણી થવા જઈ રહી છે. જેની તારીખો જાહેર પણ થઈ ગઈ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here