અલ્મોડાથી કાઠગોદામ થઈ… દિલ્હી…

0
22
Share
Share

ભાગઃ ૧૧૬-૧

રાત આખી મન માનસરોવર અને કૈલાસ ક્ષેત્રમાં જ ભમતું રહ્યું. સવારેે ઊઠતાંની સાથે જ મારી સ્થિતિ વિચિત્ર હતી. હું રૂમમાં આમથી તેમ જોવા લાગ્યો. હું કયાં છું ? થોડીવાર આંખો પટપટાવી. ગાલ પર એકાદ થપલી મારી. બે-પાંચ મિનિટ બાદ ખ્યાલ આવ્યો કે હું અલ્મોડાના ગેસ્ટહાઉસમાં છું.

દિલ્હીથી શરૂ થયેલી યાત્રા દિલ્લી પહોંચતાં જ પૂર્ણ થશે. અલ્મોડા છોડતાં જ ધીરેધીરે અમારે હિમાલયને પણ અલવિદા કરવાની છે. એક મહિનો જે પ્રદેશમાં રહ્યા એ પ્રદેશ સાથે કેવી પ્રિત બંધાઈ ગઈ હતી ! કેવો સંબંધ બંધાઈ ગયો હતો ! હિમાલયે એક મહિનો અમને પ્રેમ અને સ્નેહથી સાચવ્યા. કેટકેટલા અનુભવોથી અમને સમૃદ્ધ બનાવ્યા. કેટકેટલા સુંદર દશ્યોથી અમારી આંખો ભરી દીધી કેટકેટલી અનુભૂતિઓથી અમારા હ્રદય છલકાવી દીધા. કેટકેટલા વિચારોથી અમને ગતિશીલ બનાવ્યા. કેટકેટલી ઘટનાઓથી અમને ઘડયા. કેટકેટલસી પરિસ્થિતિઓમાં મૂકી અમારી કસોટી પણ કરી !

હિમાલય અને હિમાલયની પ્રકૃતિએ અમારામાં નવા જ પ્રાણ પુરી દીધા. નવો જ નિર્મણ શ્વાસ ભરી દીધો. આંખોને એક નવી જ દ્રષ્ટિ આપી. નાકને એક નવી જ સુગંધ આપી, કાનને એક નવુંજ સગીંત આપ્યું. હોઠને એક નવીજ વાચા અને વાણી આપી. ચહેરાને એક નવી જ રોશની આપી, હ્રદયને અલગ જ ઉષ્માં અને અનુકંપા આપી, મગજને નવા જ વિાચારો આપ્યા અને વિચારોને એક નવીજ દિશા આપી !

મન વારંવાર ઉર્ધ્વલોકની યાત્રાએ ઉપડી જાય છે ! શિવ-પાર્વતિની આ વિહારભૂમિને કેમ વર્ણવું ! દિલ્હી જવાને બદલે મને દોલ્માપાસ પહોંચી જાય છે. એક મહિનો દેશ અને દુનિયાથી સાવ અલ્પિત. ઘર અને પરિવારથી દૂર, સાંસારિક જીવનની માયાજાળથી મુક્ત, સાંસારિક અને વ્યાવસાયિક ચિંતાઓથી મુક્ત, બેવફાઈ અને વિશ્વાસઘાતોથી મુક્ત, શહેરના ઘોંઘાટિયા એન પ્રદુષણયુક્ત વાતાવરણથી મુક્ત, એક એવા સ્થળ અને વાતાવરણમાં હતા જ્યાં સર્વત્ર શિવ..શિવ..શિવનો ધ્વનિ સંભળાય છે. જયાં સર્વત્ર આનંદ છે.

સર્વમ્‌ શિવમય જગત્‌ … ચિદાનંદ રૂપં શિવોહમ્‌ શિવોહમ્‌

આખાય વિશ્વમાં એકજ વ્યક્તિને નીરખવી, ચિતમાં અહર્નિશ એનું જ સ્મરણ કરવુ, હ્રદયમાં એની જ ઝંખના રાખવી, પાતાળમાંથી ફૂટતા ઝરણાંની જેમ આત્માની ઊંડાણમાંથી એક જ નામનું હોઠ પર સદા સ્ફૂરણ થવું, એના જ નામની નિરંતર માળા જપવી, શ્વાસે શ્વાસે એના જ નામને ધ્વનિ સંભળાવો, જેનું સ્મરણ થતાં જ હ્રદયની ધડકનો તેજ થઈ જાય અને મન ફરી ફરી મળવા એની ઝંખના કરેે એનું નામ જ પ્રેમ… એક મહિનાની યાત્રા દરમ્યાન પ્રકૃતિના કેટકેટલા તત્વો સાથે પ્રેમ થઈ ગયો ! દોસ્તી થઈ ગઈ ! વૃક્ષો, વનસ્પતિ, ફૂલ, આકાશ, પહાડ, નદી, ઝરણાં, સૂર્ય, ચંદ્ર, તારા, આ બધા જ મિત્રોને અલવિદા કઈ રીતે કરવી ? પ્રકૃતિના આ પ્રિયજનોને કેમ છોડવા ? સહયાત્રિકો સાથે ઑખાસ દોસ્તી ન થઈ પરંતુ પ્રકૃતિ સાથે એવી દોસ્તી બંધાઈ ગઈ કે મને સાવ બદલી નાખ્યો !

વાચક મિત્રો, પ્રકૃતિ અને પુસ્તકો એવા મિત્રો છે જે હંમેશા તમારી સાથે જ રહેશે. એ કયારેય વિશ્વાસઘાત નહીં કરે. જો તમે દોસ્તી બાંધશો તો તમારા મનની બધી જ  હતશા ઓગળી જશે એને નવી જ આશા જન્મી જશે. તમારી આંખમાં સુખનું સ્વપ્ન જાગૃત થશે. ગમે તેવા દુઃખથી ઘેરાયેલા હશો તો પણ આત્મિયતાની અનુભુતિ થશે. આપઘાત કરવાને બદલે તમને જિંદગી જીવવા જેવી અને માણવા જેવી લાગશે.

માટે જ.. વાચક મિત્રો, દોસ્તી બાંધવી હોય તો વૃક્ષોની બાંધજો, જે તમને મધુર ફળ અને છાયડો તો આપે, દોસ્તી બાીંધવી હોય તો ફૂલોની બાંધજો જે તમને સુગંધ તો આપે. દોસ્તી બાંધવી હોય તો આકાશની બાંધજો જે તમને મન મુકીને ઊડવાની મોકળાશ તો આપે. દોસ્તી બાંધવી હોય તો નદી અને ઝરણાની બાંધજો જે તમને સતત ગતિશિલ રહેવાની અને અનેક અવરોધો વચ્ચે આગળ વધવાની પ્રેરણા તો આપે. દોસ્તી બાંધવી હોય તો પર્વતોની બાંધજો જે તમને અડગ, નિર્ભય અને સ્થિર રહેવાની પ્રરેણા તો આપે. દોસ્તી બાંધવી હોય તો વાદળોની બાંધજો જે તમને વરસવાની તક તો આપે.

સમય મળે ત્યારે પ્રકૃતિને મળજો, એની સાથે વાત કરજો, એને વહાલ કરજો તમારો ઉત્સાહ બેવડાઈ જશે. તમારામાં ઘણી બધી આશાઓ. અરમાનો જાગી ઉઠશે. એની સાથે વાતચિત કરવાથી ઘડીના છઠ્ઠા ભાગમાં તમારો ખાલીપો દૂર થઈ જશે. જો તમે પડયા હશો તો ચાલતા નહીં દોડતા કરી મુકશે. તમારામાં એક નવો આત્મવિશ્વાસ અને નવી ચેતના બરી દેશે !

દોસ્તી બાંધવી હોય તો એની સાથે બાંધજો જેની સાથે વાતો કરીએ એટલે તાજા-માજા થઆ જવાય. મનનો બધો જ ભાર હળવો થઈ જાય. નવી નવી આશાઓ બંધાય અને નવા નવા સ્પપ્નો જાગી જાય. તચમારું મન ઉત્સાહથી છલકાઈ જાય. ચાલો તમને સૌ પ્રથમ નંદાદેવી શિખરના દર્શન રકાવી દઉં. સવારમાં ઊંઠીને જોયું તો ગેસ્ટહાઉસની સામે  દૂર દૂર ખીણપ્રદેશમાં વાદળાં આળસુંની પેઠે સુતા હતા. ઉપર આકાશ નિરભ્ર હતું. ઉત્તર તરફ નંદાદેવીનું શિખર સુર્યના તરૂણ કિરણોથી સુવર્ણ મંદિરની પેઠે ચમકતું હતું. જ્યાં સૂર્યના કિરણો હજુ પહોંચ્યા ન હતા ત્યાં અરૂણ સદશ્ય રકિતમાં ઉષાને પણ લજવે તેવી હતી. હિમાલયને ઘર શિખરોનું દારિદ્ય નથી. છતાં પણ નંદાદેવીનું સૌંદર્ય એટલું બધું મનલુભાવન અને આકર્ષક છે કે હિમાલય પણ એના માટે મગરુર હોય એમ લાગે છે. અને તેથી જ એ શિખરની પ્રતિષ્ઠા જાળવવા ખાતર કોઈ અનુચરની જેમ નંદાકોટાનું શિખર એની પાસે જ ઊભું જોવા મળ્યું. આખરે અલ્મોડા છોડવાની ઘડી પણ આવી ગઈ. સાત વાગ્યે બસ દિલ્હી જવા રવાના થષઈ ત્યારે પણ હું ગેસ્ટહાઉસમાં ફૂલોથી ભરપુર ઉદ્યાનમાં હતો. આખરે પ્રકૃતિની ગોદ છોડી બસની ગોદમાં બેસી ગયો.

હર હર મહાદેવના નાદ સાથે અમે દિલ્હી જવા રવાના થયા. બસમાં બેઠેલા યાત્રિકો વાતોએ વળગ્યા. બધા જને ઘેર પહોેંટવાની ઊતાવળ છે. પરંતુ મને પાછા ફરવાની જરા પણ ઊતાવળ નથી. ધારચૂલામાં એક દિવસ બગડયો નહીંતર અમને નૈનીતાલ જવાનો પણ ચાન્સ મળત. બસ પુરપાટ ઝડપે આગળ વધી રહી છે. રસ્તામાં નૈનિતાલનું બોર્ડ આવ્યું છેક અહીં સુધી આવ્યા અને નૈનિતાલ ન જવાયું ! સાત પહાડોની વચ્ચે વસેલું નૈનિતાલ મારું પ્રિય હિલસ્ટેશન છે. આ સાતેય પહાડોને સંયુક્ત રીતે સપ્તશ્રૃંગ નામ આપવામાં આવ્યું છે. સાત પહાડોના નામ છે આયરપાત, દેવપાત, હાંડીબાંડી, નૈતા, આલ્મા, લારીયાકાંત અને શેરકાદંડા. આ સાતેય પહાડો વચ્ચે આવેલું નૈનીતાલ નામનું સુંદર અને વિશાળ સરોવર આંખો સામે તરી આવ્યું. જે ૬૩૫૦ ફૂટની ઊંચાઈએ આવેલ છે. અહીં સરોવર કિનારે નૈનાદેવીનું મંદિર છે જે બાવન શક્તિપીઠમાંની એક શક્તિપીઠ ગણાય છે. નૈનીતાલની કથા શિવ અને સતી સાથે જોડાયેલી છે. દક્ષના યજ્ઞમાં શિવજીનું સ્થાન ન જોતાં અપમાનિત સતી યજ્ઞકુંડમાં સમાઈ જાય છે. શોકાતુર શિવજી સતીના શરીરને લઈ આકાશમાર્ગે વિચરણ કરે છે. ત્યારે શિવ આજ્ઞાથી જ ભઘવાન વિષ્ણુંએ સુદર્શન ચક્રથી સતીના શરીરના બાવન ચૂકડા કર્યા. આ ભિન્ન ભિન્ન અંગો જ્યાં પડ્યાં ત્યાં શક્તિપીઠો બની. સતીના નયન આ સરોવરમાં પડયા તેથી આ સરોવર નૈનનીતાલ કહે છે. સરોવરનો આકાર પણ નૈના (આંખ) જેવો છે. નૈના શિખરની ઊંચાઈ ૭૮૫૦ ફૂટ છે.

રસ્તામાં ખૈરના આવતાં બસ ઊભી રહીં. અહીંથી બધાને સ્થાનિક મીઠાઈ ખરીદી. હવે માનવ વસાહતની વચ્ચે અમે પ્રવેશી ચૂક્યા હતા. બધા જ યાત્રિકો બસમાંથી ઉતરી શોપિંગમાં લાગી ગયા. એક મહિના બાદ બધાને પૈસાની ગરમી દેખાડવાનો ચાન્સ મળ્યો હતો. ઠંડો પ્રદેશ ધીમે ધીમે છુટી રહ્યો છે એટલે હવે વાતાવરમની ગરમી અને પૈસાની ગરમી બંને ભેગા થયા. અને ત્રીજી સ્વભાવની ગરમી શાંત છે એટલું સારું છે.

નૈનીતાલથી રાનીખેત ૬૦ કિમી., અલ્મોડા ૬૬ કિમી., કૌશાની ૧૧૫ કિમી., બાગેશ્વર ૧૩૮ કિમી., મુક્તેશ્વર ૫૬ કિમી., કોરબેટ નેશનલ પાર્ક ૧૧૫ કિમી., અને કાઠગોદામ ૩૨ કિમી દૂર છે. નૈનિતાલ જાવ ત્યારે આ બધા જ સ્થળો જવાનું ચૂકતા નહીં. કૌશાની આપણાં સુપ્રસિદ્ધ હિન્દી કવિ સુમિત્રાનંદન પંતની જન્મભૂમિ છે.

કૌશાનીથી હિમશિખરોની લગભગ ૩૦૦ કિમી લાંબી દીવાલ જોઈ શકાય છે. આ હિમશિખરોમાં શિવલિંગ, કેદારનાથ, નિલકંઠ, ત્રિશુલ, ગંગોતરી, રૂમેરૂ, પંચચુલ્લી, નંદાઘુટી, કામેટ, બંદરપૂંછ તથા નેપાળના અંપી નંપા શિખરો મુખ્ય છે. સૂર્યોદયનું સુંદર દશ્ય અહીંથી જોઈ શકાય છે. કૌશાની બે ઘાટી છે જેમાં બાગેશ્વર મહાદેવનું શિવમંદિર છે. કૌશાનીથી બૈજનાથ ૨૦ કિમી અને અલ્મોડા ૫૪ કિમી છે.

અડધો કલાક બાદ કાઠગોદામ જવા રવાના થઈ. મારી નજર પહાડો અને વૃક્ષો પરથી હટતી જ નથી. હિમાલયની હવાના સ્પર્શનો એક જાદુઈ રોમાંચ છે. યુવતીના સ્પર્શથી પુરૂષ મહેકી ઉઠે એમ હિમાલયની મસ્તાની હવાના સ્પર્શથી સાચે જ તન અને મન રોમાંચિત થઈ રહ્યા છે. થોડા સમય બાદ આ પહાડો, વૃક્ષો અને આ મસ્તાની હવા પણ વિદાય લેશે. બસમાં બેઠેલા યાત્રિકો સાંસારિક, વ્વસાયિક અને પારિવારિક સમસ્યા સંબંધી વાતો કરી રહ્યા છે. ૩૫ દિવસની રજા બાદ કામનું મોટું ટેન્શન  ! ઓફિસરોને ઓફિસવર્કની ચિંતા થવા લાગી, કર્મચારીઓને ફાઈલોના ઢગલા દેખાવા લાગ્યા, વેપારીઓ નફા-નુકશાનની ગણતરીમાં પડી ગયા. મારે માટે ગણતરી કરવાની થાય તો હું કઈ ગણતરી કરું ? બહું બહું તો કોર્ષ પૂર્ણ કરવવા માટે કેટલા એકસ્ટ્રા પિરિયર્ડ લેવા પડશે એ જ !

પહાડી પ્રદેશ ઊતરતાં યાત્રિકોને મેદાનપ્રદેશની ચિતાઓ ઘેરી વળી. હજુ પણ મારું મન પ્રકૃતિ સાથે તદાકાર છે. હું વિચારવા લાગ્યો આપણે કેલા તનાવ અને ટેન્શન વચ્ચે જીવીએ છીએ ? જ્યારે પ્રકૃતિમાં કયાંય તનાવ કે ટેન્શન જોવા મળી નથી  મળતું. અને પ્રકૃતિની ગોદમાં વસતા પહાડીલોકોમાં પણ પ્રકૃતિનો આ ગુણ સરળતાથી ઊતરી આવ્યો છે. પાનખર આવે તો વૃક્ષોને પાનખરનું કયારેય ટેન્શન નથી હોતું. બધું જ એ ખંખેરી શકે છે. અને એટલે જ તદન નવું સુકોમળ, સુંદર અને સમૃદ્ધ નવસજર્ન અનાયાસે જ થવા લાગે છે. પાનખર બાદ એ હોય એનાથી પણ વધું સુંદર બનીને ખીલી ઉઠે છે. એના સમગ્ર અસ્તિત્તવમાીં ફરીથી યૌવન ફરવા લાગે છે. પાનખર આવે એટલે વૃક્ષો શું હતાશા થઈ જાય છે ? આશા ગુમાવીને જીવવાનું છોડી દે છે ? બિલકુલ નહીં અને પ્રકૃતિમાં પાનખર પછી વસંત  આવે છે. પરંતુ માણસના જીવનમાં પાનખર પછી વસંત ભાગ્યે જ જોવા મળે છે. પાનખર પછી જો વૃક્ષો પર વસંત બેસી શકતા હોય તો માણસ પર કેમ નહીં?

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here