અલ્પેશ કથીરિયા બર્થ ડે પાર્ટી મામલોઃ ૪ પોલીસ કર્મી કરાયા સસ્પેન્ડ

0
22
Share
Share

બારડોલી,તા.૨૬
કામરેજના કોસમાડા ગામે ફાર્મ હાઉસમાં પાસ નેતા અલ્પેશ કથીરિયાના જન્મ દિવસ નિમિત્તે યોજવામાં આવેલી પાર્ટીના વીડિયો વાઇરલ થયા બાદ ત્યાં હાજર ૧૨ લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધવામાં આવી હતી. બીજી તરફ જિલ્લા પોલીસ વડાએ ઊંભેળ આઉટ પોસ્ટના ૪ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેતાં પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.
કામરેજ તાલુકાનાં કોસમાડા ગામે આવેલા સહજાનંદ ફાર્મ હાઉસમાં પાટીદાર આંદોલન સમિતિ(પાસ)ના નેતા અલ્પેશ કથીરિયાના જન્મ દિવસ નિમિત્તે બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીમાં ડીજેના તાલ સાથે મોટી સંખ્યામાં લોકો ડાન્સ કરતાં હોવા અંગેનો વીડિયો વાઇરલ થયા હતા. જેને લઈને કામરેજ પોલીસ હરકતમાં આવી હતી અને તાત્કાલિક કાર્યવાહી કરી અલ્પેશ સહિત ૧૨ લોકોની અટકાયત કરી હતી.
આ સ્થળ ઊંભેળ આઉટ પોસ્ટ અંતર્ગત આવતું હોવાથી જિલ્લા પોલીસ દ્વારા ઊંભેળ આઉટ પોસ્ટના ચાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં છજીૈં પ્રકાશ મોરે, હેડ કોન્સ્ટેબલ દિલિપ બારિયા, પોલીસ કોન્સ્ટેબલ તુષાર સોની અને પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આખી આઉટપોસ્ટના જમાદારને સસ્પેન્ડ કરી દેવામાં આવતા સુરત જિલ્લા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here