અલી ખાનનો સ્મોકિંગ કરતો વિડીયો વાયરલ

0
26
Share
Share

મુંબઈ,તા.૧૫

ડ્રગ્સ સિન્ડિકેટમાં નામ આવ્યું હોવાની ચર્ચા વચ્ચે સારા અલી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વીડિયોમાં સારા અલી ખાન તથા સુશાંત બંને ફાર્મહાઉસ પર સ્મોકિંગ કરતાં જોવા મળ્યા હતા. જોકે, એ સ્પષ્ટ નથી કે આ બંને ડ્રગ્સથી બનેલી સિગારેટ પીતા હતા કે પછી તેમના હાથમાં નોર્મલ સિગારેટ છે? કહેવાય છે કે ફાર્મહાઉસના એક સ્ટાફ મેમ્બરે જ આ વીડિયો ડ્રોનની મદદથી બનાવ્યો હતો. માનવામાં આવે છે કે આ વીડિયો પછી સારા અલી ખાનની મુશ્કેલીઓ વધી શકે છે.

આ વીડિયો સારા તથા સુશાંત પોતાની ફિલ્મ ’કેદારનાથ’ (૨૦૧૮)નું પ્રમોશન કરતા હતા, તે સમયનો હોવાનું કહેવાય રહ્યું છે. આ બંને ફિલ્મના પ્રમોશન બાદ ઘણીવાર લોનાવલામાં પાવના લેકના કિનારે આપેલા આ ફાર્મહાઉસમાં આવતા હતા. ફાર્મહાઉસના કેરટેકર રહેલા રઈસે એક વાતચીતમાં કહ્યું હતું કે સારાએ ૨૦૧૮માં સુશાંતસરની સાથે ફાર્મહાઉસ પર આવવાની શરૂઆત કરી હતી. તેઓ જ્યારે પણ આવતા ત્યારે ત્રણ-ચાર દિવસ રોકાતા હતા. ડિસેમ્બર, ૨૦૧૮માં થાઈલેન્ડથી પરત આવ્યા બાદ સુશાંતસર તથા સારામેમ એરપોર્ટથી સીધા ફાર્મહાઉસ આવ્યા હતા. તે સમયે રાતના ૧૦-૧૧ વાગ્યા હતા.

તેમની સાથે તેમના મિત્રો પણ હતા. રિપોર્ટ પ્રમાણે, રિયા ચક્રવર્તીએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોને ૨૦ પેજ લાંબા સ્ટેટમેન્ટમાં ૨૫ સેલેબ્સના નામનો ખુલાસો કર્યો છે. રિયાએ સ્વીકાર્યું છે કે સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ તથા ફેશન ડિઝાઈનર સિમોન ખંબાટાએ ડ્રગ્સ લીધું છે. રિયાએ સુશાંતની મિત્ર તથા પૂર્વ મેનેજર રોહિણી અય્યરનું પણ નામ લીધું છે. જોકે, કેટલાંક અન્ય રિપોર્ટમાં દ્ગઝ્રમ્એ રિયાના દાવાનું ખંડન કર્યું છે. એનસીબીએ કહ્યું હતું કે રિયાએ એક પણ સેલેબ્સના નામ લીધા નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here