અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીએ હુર્રિયતમાંથી રાજીનામું આપ્યું

0
46
Share
Share

શ્રીનગર, તા.૨૯

જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીએ હુર્રિયત કોન્ફ્રેન્સમાંથી રાજીનામું આપવાની ઘોષણા કરી હતી. તેમણે જાહેર કરેલા ઓડિયો સંદેશમાં આની જાહેરાત કરી. સૈયદ અલી શાહ ગિલાનીએ કહ્યું કે તેમણે હુર્રિયતથી પોતાને દૂર કરી લીધા છે.

સૈયદ અલી શાહ ગિલાનીએ કહ્યું, “હાલની પરિસ્થિતિ જોતાં હું ઓલ પાર્ટીઝ હુર્રિયત કોન્ફ્રેન્સમાંથી રાજીનામું આપું છું. મેં આ નિર્ણય અંગે તમામ હુર્રિયત ઘટકોને જાણ કરી દીધી છે.”

૯૦ વર્ષના સૈયદ અલી શાહ ગિલાની ઘણાં વર્ષોથી નજરકેદમાં હતા અને છેલ્લા કેટલાક મહિનાઓથી તેમની તબિયત ખૂબ નાજુક હોવાનું કહેવાય રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે પાંચ ઓગસ્ટ ૨૦૧૯ બાદ જમ્મુ-કાશ્મીરમાં સતત બદલાઈ રહેલી રાજકીય પરિસ્થિતિ વચ્ચે આ અલગાવવાદી રાજનીતિનો સૌથી મોટો ઘટનાક્રમ છે.

વરિષ્ઠ હુરિયત નેતા તરીકે જાણીતા ગિલાની અગાઉ જમાત-એ-ઇસ્લામી કાશ્મીરના સભ્ય હતા, પરંતુ બાદમાં તેમણે તેહરીક-એ-હુર્રિયતના નામથી પોતાની પાર્ટીની સ્થાપના કરી. તેમજ તેઓએ જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદી પક્ષોના સંગઠન ઓલ પાર્ટીઝ હુર્રિયત (ફ્રીડમ) કોન્ફરન્સના અધ્યક્ષ તરીકે પણ કામ કર્યું છે. ગિલાની સોપોરના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here