અર્નબ ગોસ્વામીની ધરપકડ પર સમર્થન કરનારા પર ભડકી સિંગર સોના મોહાપાત્રા

0
15
Share
Share

મુંબઈ,તા.૧૧

બોલિવૂડ સિંગર સોના મોહાપાત્રાના નિવેદન હંમેશા ચર્ચામાં રહે છે. મુદ્દો બોલિવૂડનો હોય કે સમાજનો તે ક્યારેય પોતાની પ્રતિક્રિયા આપવામાં પાછળ હટતી નથી . જ્યારે હાલમાં ફરી એક વખત સોના મોહાપાત્રાએ નિવેદન આપ્યું છે. તેણે અર્નબ ગોસ્વામીની ધરપકડ પર આપત્તિ વ્યક્ત કરી અને તેણે જેલમાં રાખવા પર પણ નારાજગી બતાવી છે. એટલું જ નહીં તેણે અર્નબ ગોસ્વામીની જામીન ન કરવાની વાત કરનારાઓ પર પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

સિંગરે ટિ્‌વટ કરી લખ્યું તે દરેક લોકો જે તેમના હોઠછી અર્નબને જામીન ન મળવા અને તેણે એવી જેલમાં રાખવાનું સમર્થન કરી રહ્યા છે જ્યાં આતંકવાદી અને અંડરવર્લ્ડના ગૂંડા બંધ છે. તો તમે પણ ફાસિસ્ટોથી કમ નથી. તમે રાજકીય બદલામાં વધારો કરી રહ્યા છે. આ બીમાર માનસિકતા છે. બે ખોટી વાતને મિક્સ કરીને યોગ્ય કરી શકાય નહીં. સોના મોહાપાત્રાનું આ ટિ્‌વટ વાયુવેગે વાયરલ થઇ રહ્યું છે. તેના ઘણા ફેન્સ તેની આ ટિ્‌વટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે અર્નબ ગોસ્વામીને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં રાયગઢ પોલીસે મુંબઇ સ્થિત તેના ઘરેથી ધરપકડ કરી હતી. આ મામલામાં અર્નબ સિવાય બે અન્ય આરોપી ફિરોજ શેખ અને નીતિશ સારદાની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટમાંથી તેને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. સોના મોહપત્રા સિવાય અશોક પંડિત, કંગના રનૌત સહિત અનેક સ્ટાર્સે અર્નબ ગોસ્વામીની ધરપકડને ખોટી ગણાવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here