અર્જુન કપૂર અને મલાઈકા ધરમશાળામાં લઈ રહ્યા છે વેકેશનની મજા

0
22
Share
Share

મુંબઈ,તા.૧૯

બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર હાલમાં તેની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા, કરીના કપૂર અને સૈફ અલી ખાન સાથે ધરમશાલામાં રજાઓ માણી રહ્યો છે. અહીંથી હવે એક્ટરો તેમના ફોટો અને વીડિયો ફેન્સ સાથે શેર કરી રહ્યા છે. તાજેતરમાં અભિનેતા અર્જુન કપૂરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાંથી મલાઈકા અરોરાનો ફોટો શેર કર્યો છે. આ તસવીર જોઈને લાગે છે કે અભિનેતાએ ચૂપચાપ અભિનેત્રીનો આ ફોટો લીધો છે. મલાઇકા અરોરાની આ તસવીર શેર કરતી વખતે અર્જુન કપૂરે એક કેપ્શન પણ શાનદાર લખ્યું છે.

અભિનેતા અર્જુન કપૂરે ઈન્સ્ટાગ્રામ પર મલાઇકા અરોરાની આ રેન્ડમ તસવીરને શેર કરીને કેપ્શનમાં લખ્યું, ‘આમને તપાસી રહ્યો છું.’ મલાઇકાએ પણ અર્જુન કપૂરની આ પોસ્ટ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. લોકો અર્જુન કપૂરની આ પોસ્ટ પર ઘણી કોમેન્ટો કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા પોતાના રિલેશનશિપને કારણે ચર્ચામાં રહે છે. ગયા વર્ષે તેના જન્મદિવસ પર અર્જુન કપૂરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ બાબતને જાહેર કરી હતી. ત્યારબાદથી અર્જુન અને મલાઈકા સમાચારોમાં છે. જોકે, હજી સુધી બંનેના લગ્ન કરવા બાબતે કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. અભિનેત્રી મલાઇકા અરોરા હાલમાં ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’માં જજ તરીકેની ભૂમિકા નિભાવી રહી છે, જેના ડાન્સ વીડિયો પણ ઘણીવાર વાયરલ થતા રહે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here