અર્ચના સાથે ફ્લર્ટ કરતા જોવા મળ્યા અનિલ કપૂર

0
34
Share
Share

મુંબઈ,તા.૧

ધ કપિલ શર્મા શોને દર્શકો તરફથી ભરપૂર પ્રેમ મળ્યો છે. બે વર્ષથી સુધી સફળતાપૂર્વક ચાલ્યા બાદ આ શો ઓફ-એર થવાનો છે. કપિલ શર્માના આ પોપ્યુલર કોમેડી શોમાં વિવિધ સેલિબ્રિટીઝ પોતાની ફિલ્મો, ગીતો અને અન્ય પ્રોજેક્ટના પ્રમોશન માટે આવતા રહે છે. અહીં ખૂબ મજાક-મસ્તી થાય છે. માત્ર દર્શકો જ નહીં શોમાં મહેમાન તરીકે આવતા કલાકારોને પણ ખૂબ મજા આવે છે.

કપિલ શર્મા શોમાં જજ તરીકે અભિનેત્રી અર્ચના પૂરણ સિંહ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી અર્ચના પૂરણ સિંહ શોના સેટ પરથી બિહાન્ડ ધ સીન વિડીયો શેર કરતી રહે છે. હાલમાં જ અર્ચનાએ એક મ્‌જી વિડીયો શેર કર્યો છે જેમાં અનિલ કપૂર તેની સાથે હળવી મજાક અને ફ્લર્ટ કરતા જોવા મળે છે. અર્ચના અને અનિલ વચ્ચેની વાતચીત દરમિયાન કપિલ પણ રમૂજ કરે છે. વિડીયોમાં જોઈ શકો છો કે અનિલ કપૂર અર્ચનાને કહે છે કે, હલો માય ફેવરિટ અર્ચાન પૂરણ સિંહ લવ યુ ઓલવેઝ. ક્યારેક અમને પણ બોલાવ તારા મઢ આઈલેન્ડવાળા ઘરે. જવાબમાં અર્ચના કહે છે કે, અનુપમ (ખેર) અને સતીષ (કૌશિક) આવ્યા હતા મારા ઘરે. પછી અનિલ મજાકિયા અંદાજમાં કંઈક કહે છે ત્યારે અર્ચના કહે છે, અનિલ તું તો આપણી દોસ્તી ભૂલી ગયો.

આ વિડીયો શેર કરતાં અર્ચનાએ લખ્યું હતું, “મ્‌જી. ધ કપિલ શર્મા શોના સેટ પર મસ્તી ક્યારેય ખૂટતી નથી. જેમણે હજી સુધી છદ્ભ દૃજ છદ્ભના જોયું હોય તે જુઓ. આ ફિલ્મમાં તમને ભારતીય સિનેમામાં અગાઉ નહીં જોવા મળેલો રિયલ અને રીલ ડ્રામાં જોવા મળશે. મને જોઈને ખૂબ મજા આવી. જણાવી દઈએ કે, આ મહિનાની શરૂઆતમાં અનિલ કપૂર ફિલ્મ ’છદ્ભ દૃજ છદ્ભ’ના પ્રમોશન માટે આવ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here