અરૂણાચલ પ્રદેશમાં જાસૂસી કરવાના કારસાનો ભારતે પર્દાફાશ કર્યો

0
26
Share
Share

ઇટાનગર,તા.૮

લદ્દાખ સરહદે ભારત સાથે તનાવ વધારનાર ચીન અરૂણચાલ પ્રદેશની સરહદ પર પણ ઉંબાડિયા કરી રહ્યુ છે.અરૂણાચલ પ્રદેશમાં ચીન દ્વારા જાસૂસી કરવાના કારસાનો પર્દાફાશ થયો છે.

જેના કારણે ચીન અરૂણાચલ પ્રદેશમાં નવો મોરચો ખોલવાની ફિરાકમાં હોવાની શક્યતાઓ પ્રબળ બન છે.ચીન દ્વારા સરહદ પર પોતાના નાગરિકોની અવર જવર વધારી દેવાઈ છે.આ નાગરિકો અરૂણાચલ પ્રદેશના પહાડી વિસ્તારો પર નજર રાખવા બોલાવાયા છે.અહીંયા ફરી રહેલા નાગરિકોને સેનાની વર્દી આપવામાં આવી છે.આમ સૈનિકના વેશમાં ચીની નાગરિકો જોવા મળી રહ્યા છે.

આ પહેલા લદ્દાખના દેમચોક વિસ્તારમાં પણ ચીન આવી હરકત કરી ચુક્યુ છે.એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે અરૂણાચલમાં રેકી કરવાની ઘટનાઓ વધી ગઈ છે.જેના કારણે ભારતની સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે.ચીન સરહદ પર ભારત કયા પ્રકારની વ્યૂહરચના અપનાવે છે તે જાણવા માટે ચીન આ પ્રકારના ધમપછાડા કરી રહ્યુ હોવાનુ જાણકારોનુ કહેવુ છે.આ સિવાય અરૂણાચલ પ્રદેશમાં ચીન એવા લોકોને શોધવા માંગે છે જે ચીન માટે ભારતની જાસૂસી કરી શકે.ભારતે આ મુદ્દે સતર્ક રહેવાની જરૂર છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here