અરવલ્લી જિલ્લામાં માસ્ક વિના ફરતા લોકો વિરુદ્વ પોલીસે કરી કાર્યવાહી

0
11
Share
Share

મોડાસા,તા.૨૧
કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા સરકારી ગાઇડલાઇન મુજબ જાહેરમાં દરેક વ્યક્તિને માસ્ક પહેરવુ ફરજીયાત છે. તેમ છતાં લોકો આ કાયદાની સરેઆમ ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે. દિવાળી પછી કોરોના વાઈરસના કેસ વધતા તંત્ર ફરીથી સાબદુ થયુ છે. અરવલ્લીના મોડાસામાં ડ્ઢઅજી ભરત બસિયા અને પોલીસ ટીમ દ્રારા માસ્ક વિના જોવા મળેલ બેદરકારો પાસેથી રૂ.૧૦૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આરોગ્ય વિભાગ દ્રારા હાથ ધરવામાં આવેલ રેપીડ ટેસ્ટમાં મોટા પ્રમાણમાં લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે.
અરવલ્લીમાં હાલ સત્તાવાર આંકડા મુજબ જિલ્લાની કોવીડ હોસ્પિટલ્સમાં ૧૬ દર્દીઓ સારવાર હેઠળ છે.અરવલ્લી જિલ્લામાં કોરોનાનો આંક ૬૪૬ પર પહોંચ્યો છે. જે પૈકી ૫૫૬ દર્દીઓની સારવાર પૂર્ણ થતાં તેઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલ કોવીડ-૧૯ના ૧૬ પોઝીટીવ દર્દી સારવાર હેઠળ છે.દિવાળીના તહેવાર બાદ જીવલેણ કોરોના વાઇરસ વધુ પ્રસર્યો હોવાથી લોકોમાં દહેશત ફેલાઇ છે. અમદાવાદ શહેરમાં કોરોના વાઇરસના કેસોમાં ધરખમ વધારો થતાં પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા, અમદાવાદ શહેરમાં કરફ્યૂ લાદવામાં આવ્યો છે.કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે ધનસુરા વેપારી મંડળે ત્રણ દિવસ બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ધનસુરા અને આસપાસના વિસ્તારોમાં કોરોનાના કેસ વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here