અરડોઈ ગામે બે સગી બહેનો પર પાંચ માસથી દુષ્કર્મ આચરતા બન્ને નરાધમોની અટક

0
146
Share
Share

કોટડા સાંગાણી, તા.૨૯

કોટડાસાંગાણી પોલીસમા અરડોઈની બે સગી બહેનો ઉપર છરીની અણીએ સતત પાંચ માસથી દુષ્કર્મ થતુ હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાતા તાલુકા ભરમા ભારે ચકચાર મચી જવા પામી છે.બનાવ અંગે સીપીઆઈ કે એન રામાનુજ દ્રારા તપાસના ચક્રો ગતીમાન કર્યા છે. રામોદ ગેંગરેપની ફરીયાદની શાહી પોલીસ ચોપડે હજુ શુકાઈ નથી ત્યા વધુ એક તાલુકાના અરડોઈ ગામની બે સગી બહેનો પર છરીની અણીએ દુષ્કર્મ થયુ હોવાની પોલીસમા ફરીયાદ નોંધાતા તાલુકાભરમા ચકચાર મચી જવા પામી છે.

બનાવ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આરોપી રૂત્વીક મહેશભાઈ ખંભાયતા રહે સતાપર તા.કોટડાસાંગાણી અને ભાવેશ ડાયાભાઈ ખંભાયતા રહે નવાગામ રામપરા તા.કોટડાસાંગાણી વાળાઓ બંને કૌટુંબિક કાકા ભત્રીજાએ અરડોઈ ગામની બે સગી બહેનો પર છેલ્લા પાંચ મહીનાથી ભોગ બનનારના ઘરે રાત્રીના જઈ નરાધમો છરીની અણીએ ધાક ધમકી આપી દુષ્કર્મ ગુજારતા હતા.જો યુવતીઓ કોઈ આનાકાની કરે તો તેમના માતા પીતાને મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કમ ગુજારતા હતા. ભોગ બનનાર યુવતીઓ પૈકિ એક યુવતી સગીર હોઈ જે મામલે પોલીસે ૩૭૬(૨એન) ૫૦૬(૨) ૧૧૪ જીપીએક્ટ કલમ ૧૩૫ તથા પોસ્કો એક્ટની કલમ ૬ મુજબની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. દુષ્કમની ફરીયાદ પોલીસ ચોપડે શનીવારની મોડી નોંધાતા તાલુકાભરમા ભારે ચકચાર મચી જવા પામી છે.આરોપીઓ ભોગ બનનારના દુરના  સગા હોઈ જેથી તેઓના ઘરે છએક માસ પુર્વે ગયેલા હોઈ ત્યારે યુવતીઓને જોઈ હોઈ ત્યારબાદ બંને નરાધમોની નજર બગડી હતી ત્યારબાદ રાત્રીના તેમના ઘરે જ ઈ યુવતીઓને ધાક ધમકી આપી મોબાઈલ દઈ તેમની સાથે વાત કરવાની ફરજ પાડી ત્યારબાદ તેઓના ઘરે જ ઈ અવાર નવાર દુષ્કર્મ ગુજારતા હતા.હાલ તો પોલીસ દ્વારા ભોગ બનનારના મેડિકલ ટેસ્ટ કરાવવા કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગે સીપીઆઈ કે એન રામાનુજ દ્રારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here