અયોધ્યામાં ભૂમીપૂજનમાં મહેમાનોને અપાશે ખાસ ચાંદીના સિક્કા

0
52
Share
Share

અયોધ્યા, તા.૪

અયોધ્યા ટ્રસ્ટના મહા સચિવ ચંપત આઈ એ સ્પષ્ટ કર્યું છે કે ભારતના પ્રમુખ ૩૬ પરંપરાઓ ના ૧૩૫ સંત મહાત્માઓ સહિત કુલ પોણા બસો લોકો પીએમ નરેન્દ્ર મોદી હસ્તક ભૂમિ પૂજન કાર્યક્રમમાં આમંત્રિત કરાયા છે. ભૂમિ પૂજન માટે આખા દેશમાંથી અત્યાર સુધીમાં ૧૫૦૦ થી પણ વધારે પવિત્ર અને ઐતિહાસિક સ્થળોની માટી અને ૨૦૦૦થી વધારે સ્થાનો તેમજ નદીઓમાંથી રામ ભક્તોએ જળ મોકલ્યું છે. ચંપત રાય એ કહ્યું કે રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ પહેલા નિમંત્રણ કાર્ડ વિઘ્નહર્તા ગણેશ ભગવાન ને આપવામાં આવ્યું છે ક્યારે બીજું કાર્ડ બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અન્સારીને આપવામાં આવ્યું લાવારીસ લાશો અંતિમ ક્રિયા કરવા માટે પ્રખ્યાત સમાજસેવી પદ્મશ્રી વિભૂષિત મોહમ્મદ શરીફ ને પણ આમંત્રણ આપવામાં આવ્યું છેકાર્ડના કોડથી મળશે પ્રવેશ.

ટ્રસ્ટ મહા સચિવ કહ્યું કે આમંત્રણ પત્ર મોકલવાની શરુઆત અયોધ્યાથી થઈ હતી બહારના દરેક અતિથિઓને ફોન દ્વારા સૂચના અપાઇ હતી તે દરેક આજ સાંજ સુધીમાં અહીં પહોંચી જશે તો સિક્યુરિટી કોડથી યુક્ત આમંત્રણ કાર્ડ આપવામાં આવશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here