અયોધ્યાની જેમ મથુરાનો વિવાદ છેડી સંઘ હિંસા ભડકાવશેઃ ઓવૈસી

0
20
Share
Share

હૈદરાબાદ,તા.૧૭

મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ પર મામલો કોર્ટમાં પહોંચ્યો છે અને તેની આગામી સુનાવણી ૧૮ નવેમ્બરે થવાની છે.આ પિટિશનમાં પણ કૃષ્ણ ભગવાનના મંદિરને અડીને આવેલી મસ્જિદ ખસેડવા માટે માંગ કરવામાં આવી છે.

તેને લઈનેAIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ એક નિવેદન આપ્યુ છે અને કહ્યુ છે કે, આ મામલે પણ આરએસએસ હિંસક વલણ અપનાવશે.ઓવૈસીએ સોશ્યલ મીડિયા પર કહ્યુ હતુ કે, જે વાતનો ડર હતો તે જ થઈ રહ્યુ છે.બાબરી મસ્જિદ પર જે નિર્ણય આવ્યો છે તેના કારણે સંઘ પરિવારના લોકોના ઈરાદા વધારે મજબૂત થયા છે.યાદ રાખજો , જો તમે અને હું હજી પણ ઉંઘતા રહીશું તો કેટલાક વર્ષો બાદ મથુરા માટે પણ સંઘ દ્વારા હિંસક ઝુંબેશ શરુ કરવામાં આવશે અને કોંગ્રેસ પણ આ ઝુંબેશમાં હિસ્સો બનશે.

આ પહેલા ઓવૈસીએ આ પિટિશન પર સવાલ ઉઠાવી ચુક્યા છે.તેમણે તે વખતે કહ્યુ હતુ કે, વિવાદને ફરી જીવતો કરવાની જરુર નથી.૧૯૯૧માં બનેલા કાયદા પ્રમાણે કોઈ પણ પૂજા સ્થળની જે હાલની સ્થિતિ છે તેમાં બદલાવ કરવાની મનાઈ છે.શાહી ઈદગાહ ટ્રસ્ટ અને શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘે આ વિવાદ ૧૯૬૮માં જ ઉકેલી કાઢ્યો હતો.હવે તેને ફરી કેમ છેડવામાં આવી રહ્યો છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here