અયોગ્ય પગલા લેવાયા

0
9
Share
Share

કોરોના કાળના અભૂતપૂર્વ દોરમાં પણ તમામ બાબતો લોકો સુધી પહોંચે તેવા પ્રયાસ સરકાર તરફથી થઇ રહ્યા નથી. કોરોનાના આંકડાને લઇને પણ કેટલાક વિરોધાભાસી અહેવાલ આવી રહ્યા છે. જે કેટલાક પ્રશ્નો ઉપસ્થિત કરે છે. સામાન્ય લોકો સુધી તમામ બાબતો યોગ્ય રીતે પહોંચે તે ખુબ જરૂરી છે. પારદર્શિતાની લાંબી લાંબી વાત કરનાર રાજકીય પક્ષો સત્તામાં આવ્યા બાદ કઇ રીતે ગુલાંટ મારી જાય છે તેનો દાખલો હવે ઉત્તરખંડ સરકાર દર્શાવી રહી છે. થોડાક સમય પહેલા જ ઉત્તરાખંડની સરકારે પોતાની સરકાર ઓફિસમાં પત્રકારોના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો  હતો. એટલુ જ નહી બલ્કે વ્યક્તિગત કામો માટે સરકારી ઓફિસમાં અધિકારીઓને મળવા માટે આવતા સામાન્ય લોકો પર પણ પ્રતિબંધ મુકી દીધો  હતો. જો કે ભારે હોબાળો થયા બાદ આખરે હળવી રાહત આપી હતી. હવે સવાલ એ થાય છે કે આવા પ્રતિબંધ મુકી દેવામાં આવ્યા બાદ સામાન્ય વ્યક્તિ પોતાની ફરિયાદ કોને કરશે  ?  પ્રતિબંધ માટેના કારણો હજુ દર્શાવવામાં આવ્યા નથી. પરંતુ સમજી શકાય છે કે આની પાછળનો હેતુ તો સરકાર સમાચારને રોકવાનો રહ્યો હશે. ઉત્તરાખંડ સરકાર ઇચ્છતી હશે કે એ સમાચાર જ પ્રકાશિત કરવામાં આવે જે તે ઇચ્છે છે. પત્રકારો જો સરકારી ઓફિસ પર જ જઇ શકશે નહી તો સરકારની સામે સમાચાર કઇ રીતે પ્રકાશિત કરી શકાશે. ઉત્તરાખંડ ઉપરાંત છત્તિસગઢ અને બીજા રાજ્યોની હાલત પણ આવી જ બનેલી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત બીજા રાજ્યોમાં પત્રકારો પર જુદી જુદી રીતે નિયંત્રણ લાગુ કરવામાં આવ્યા છે. કહેવા માટે તો ભારત દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ તરીકે છે પરંતુ પત્રકારો પર આ પ્રકારના નિયંત્રણ કેટલાક પ્રશ્નો ઉભા કરે છે. અહીં લોકશાહી પર નજર રાખવા માટે કેટલાક નિયંત્રણ મુકવામાં આવી રહ્યા છે. કોઇ પણ રાજ્યમાં પત્રકાર સરકારી ઓફિસમાં હજુ સુધી જતા રહ્યા છે. પ્રધાનોને પણ મળતા રહે છે. સરકારી અધિકારીઓને પણ પત્રકારો મળતા રહ્યા છે. આ જ મુલાકાતના કારણે સમાચાર નિકળતા રહે છે. એવા સમાચાર જે ભલે સરકારની વિરુદ્ધમાં જાય છે પરંતુ જનતાના હિત સાથે જોડાયેલી હોય છે. સરકારી ઓફિસમાં મંત્રી, અધિકારીઓ અને અન્યો પત્રકારોને કેટલી માહિતી કેટલી હદ સુધી આપે તે તેમના પર આધારિત હોય છે. પરંતુ સરકારી ઓફિસમાં પત્રકારોને પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવે તે બાબત તો બિલકુલ યોગ્ય દેખાતી નથી. આના કરતા કોઇ મોટી બિનલોકશાહી બાબત હોઇ શકે નહી. સરકાર જો કઇ પણ ખોટુ કામ કરી રહી નથી તો પત્રકારોથી ભયભીત થવાની જરૂર શુ છે. ભારતીય જનતા પાર્ટી તો પત્રકારો માટેની સૌથી શુભચિંતક હોવાની વાત કરી રહી છે. મીડિયાની સ્વતંત્રતાની સૌથી વધારે વાત ભાજપ દ્વારા હાલના સમયમાં કરવામાં આવી છે. પરંતુ સત્તામાં આવ્યા બાદ તેના સુર બદલાઇ ગયા છે. લોકશાહીની સૌથી મોટી ઓળખ પારદર્શકતા હોય છે. છત્તિસગઢ અને ઉત્તરાખંડ સાથે શરૂ થયેલી વાર્તા આવતીકાલે દેશના અન્ય ભાગોમાં પણ આ ગળ વધી શકે છે. આ પ્રશ્ન માત્ર પત્રકારોનો નહીં બલ્કે દેશની પ્રજાનો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here