અમે મિત્રો છીએ સાથે ચાલીશુ…..

0
10
Share
Share

લગ્ન કરવા અને તેને સફળ બનાવવા વચ્ચે ખુબ અંતર છે….
લગ્ન કરવામાં આવ્યા બાદ સામાન્યરીતે પસંદગીના સાથી પણ નાપસંદવાળા બની જાય છે : મિત્રતાના રંગને મજબુત રાખવાની જરૂર
લગ્ન કરવા અને તેને સફળ બનાવવાની બાબત બે જુદી જુદી છે અને તેમના વચ્ચે ખુબ અંતર પણ છે. સામાન્યરીતે અમે જોઇ રહ્યા છીએ કે લગ્ન પહેલા જેના વગર અમે રહી શકતા નથી તે લગ્ન કરવામા ંઆવ્યા બાદ થોડાક સમયમાં જ નાપસંદ સાથી તરીકે રહી જાય છે. આવી સ્થિતી ન સર્જાય તે માટે પરિણિતી લાઇફમા ંપણ મિત્રતાના રંગને મજબુત રાખવાની જરૂર હોય છે. લવ મેરિજ અને અરેન્જ મેરિજ બન્નેંમાં મિત્રતાના રંગને મજબુત કરવાના પ્રયાસ કરવા જોઇએ. લગ્ન ખુબ સારા સંબંધ તરીકે છે. પ્યાર, સમર્પણ અને વિશ્વાસ પર આધારિત રહીને લાઇફમાં રંગ ઉમેરે છે અને જીવનભર જુદા જુદા રંગ ઉમેરે છે. પરંતુ જો તેમાં થોડીક પણ કડવાસ આવી જાય તો મુશ્કેલી સર્જાય છે. લગ્ન જીવનમાં ક્યારેય કડવાસ આવી જાય તે અંગે ખબર પડતી નથી, હકીકતમાં માત્ર એકબીજાને પસંદ કરવાની બાબતથી કામ ચાલતુ નથી. સંબંધને સમર્પણ ભાવના સાથે સાચવવાની પણ જરૂર પડે છે. એક સુખદ લગ્નના વિજ્ઞાનને લઇને કેટલાક વૈજ્ઞાનિકો નવી નવી શોધ પણ કરી ચુક્યા છે. તેમાં કેટલાક લોકો માને છે કે આ સંબંધમાં મજબુત મિત્રતા હોવી જોઇએ. જ્યારે કેટલાક માને છે કે પારસ્પરિક વાતચીત અને તેના પ્રત્યે સમર્પણને લઇને આગળ વધવામાં આવે તો સફળ લગ્ન સાબિત થાય છે. મનૌવૈજ્ઞાનિકો નક્કરપણે માને છે કે પરિણિતી દંપત્તિને આ વાત સમજાવવી પડશે કે લગ્ન માત્ર એક શબ્દ નથી પરંતુ તેમાં કેટલીક બાબતો જોડાયેલી છે. આ શબ્દમાં ખુબ ઘેરાઇ રહેલી છે. જેમાં એકબીજાને સમજવાની ઘેરાઇનો સમાવેશ થાય છે. સંબંધોને નિભાવવાની ઘેરાઇનો સમાવેશ થાય છે. સાચા પ્રેમની ઘેરાઇ તેમાં રહેલી છે. આ ઉપરાંત એકબીજા પ્રત્યે પૂર્ણ વિશ્વાસની ઘેરાઇ રહેલી છે. આ તમામ બાબતોને સાબિત કરવા માટે લગ્ન જીવનમાં અને સંબંધમાં થોડાક પ્રમાણમાં મિત્રતાના રંગને મિલાવી દેવાની હવે જરૂર ઉભી થઇ છે. એકબીજા સાથે અમે કઇ રીતે વાત કરી રહ્યા છીએ અને પોતાની વાત એક બીજા સાથે શેયર કરવાની બાબત પણ આજે ઉપયોગી બની ગઇ છે. સંબંધને દોસ્તાના વ્યવહારથી મજબુતી મળે છે. વોશિગ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર ગૌટંન લગ્નના સંબંધને લઇને છેલ્લા ત્રણ દશકથી રિસર્ચ કરી રહ્યા છે. તેમને એક સફળ લગ્ન માટે ઘેરી મિત્રતાને ચાવીરૂપ ગણાવી છે. પોતાની લવ લેબમાં તેઓએ પરિણિતી દંપત્તિના સ્વભાવને લઇને કેટલાક પરિક્ષણ કર્યા છે. ગૌટમેને ૭૦૦ દંપત્તિ પર વાતચીત દરમિયાન તેમની ભાવના અને ટેન્શનના સ્તર તેમજ હાર્ટની ગતિની ચકાસણી કરી હતી. આ તપાસ બાદ તેમને તારણ આપ્યા કે લગ્નને સફળ બનાવવા માટે એક ખાસ વિજ્ઞાન હોય છે અને તે છે દોસ્તી. જ્યારે બે લોકો એકબીજા સાથેનો આનંદ અને મજા માણે છે ત્યારે તેઓ ખુશ રહે છે. ગૌટમેન કહે છે કે જો નવ દંપતિ કોઇ વાતને લઇને લડાઇ કરે તો પણ સમજી લેવાની જરૂર છે કે તેમના લગ્ન જીવનમાં કોઇ પ્રકારની તકરાર છે. એક સફળ લગ્નજીવનમાં હળવી લડાઇ વિચારોની શક્ય છે. લગ્નને સાચવી લેવાની બાબત પણ ઉપયોગી સાબિત થાય છે. એક અન્ય શોધમાં જાણવા મળ્યુ છે કે લગ્ન તો કોઇ પણ વ્યક્તિ કરી લે છે પરંતુ તેને સાચવી રાખવાની બાબત કેટલાક લોકો માટે શક્ય હોતી નથી. અમારી આસપાસ કેટલાક લોકો એવા પણ છે જે પોતાના લગ્નને તો પસંદ કરે છે પરંતુ આ સંબંધને સંભાળી શકતા નથી. કેલિફોર્નિયા યુનિવર્સિટીના મનૌવૈજ્ઞાનિકોએ અભ્યાસ બાદ દાવો કર્યો છે કે માત્ર પોતાના સાથીની પસંદગી કરવી જ પુરતી હોતી નથી. પરંતુ સંબંધોને મજબુત રાખવા અને તેને જીવંત રાખવાની બાબત પણ ખુબ ઉપયોગી સાબિત થાય છે. આના માટે લગ્નના અર્થને સમજી લેવાની જરૂર છે. જો કોઇ વ્યક્તિ એમ કહે છે કે તે પોતાના લગ્નને લઇને સંપૂર્ણ સમર્પિત છે તો આનો મતલબ એ બિલકુલ નથી કે તે ચોક્કસપણે સમર્પિત છે. બોલવા અને કરવામાં પણ ખુબ અંતર છે.કારણ કે કેટલાક કેસમા ંજાણવા મળ્યુ છે કે સામાન્ય રીતે આવી વાત કરનાર પણ તલાક સુધી પહોંચી જાય છે. વૈજ્ઞાનિકોએ આ પરિક્ષણ કરવા માટે ૧૭૨ દંપતિને લીધા હતા. તેમાં મોટા ભાગના દંપતિના લગ્નને ૧૧ વર્ષ થઇ ગયા હતા. તેમને જાણવા મળ્યુ કે આ દંપત્તિ ચોક્કસપણે લગ્નને લઇને સમર્પિત હતા. આવા સમર્પણથી લગ્નને આગળ વધારી શકાય છે. લગ્નવ દોસ્તી કરતા ખુબ આગળ છે. એક સારા મિત્ર સારા જીવનસાથી તરીકે સાબિત થઇ શકે તે બાબત જરૂરી નથી. ચોક્કસપણે આ સંબંધમાં મિત્રતા ઉપયોગી છે એ મિત્રતા વિશ્વાસની ભાવના જગાવે છે. જે લગ્ન માટે ખુબ જરૂરી છે. વ્યક્તિની લાઇફમાં મોટા ભાગે એક સમાન સમસ્યા સામાન્ય રીતે આવતી હોય છે. સાવધાન અને સજાગ રહીને જો આ સમસ્યાને હાથ ધરવામાં આવે તો આ સમસ્યાને સરળતાથી ઉકેલી શકાય છે. જો ગંભીરતા રાખવામાં ન આવે તો લગ્ન જીવન કેટલાક કેસોમાં તુટી જાય છે. જ્યારે કેટલાક કેસોમાં લગ્ન જીવન નરક બની જાય છે. લગ્ન જીવનમાં મોટા ભાગે જે સમસ્યા આવે છે તેમાં સૌથી મોટી બાબત વિશ્વાસના અભાવની રહે છે. વિશ્વાસઘાત સંવેદનશીલ લગ્ન જીવનમાં એક ખુબ જ સામાન્ય સમસ્યા તરીકે રહે છે. તેમાં ચેડા કરવા અને ઇમોશનલ અફેયર હોવાની બાબત સામેલ છે. આ સમસ્યાની પાછળ જુદા જુદા કારણો હોય છે. કેટલાક દંપત્તિ તો આ સમસ્યાનો ઉકેલ શોધવાના સંઘર્ષમાં જ લાગેલા હોય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here