અમેરિકી રાજદૂતોને હોંગકોંગના અધિકારીઓ મળવા માટે ચીનની મંજૂરી લેવી પડશે

0
23
Share
Share

હોંગકોંગ/વૉશિંગ્ટન,તા.૨૮

અમેરિકી રાજદૂતોને હોંગકોંગના સરકારી અધિકારીઓ અથવા રાજનેતાઓ અને શહેરના શૈક્ષણિક સંસ્થાનોના લોકોને મળવા માટે પહેલા ચીન પાસે મંજૂરી લેવી પડશે. એક રિપોર્ટસ અનુસાર હોંગકોંગમાં ચીની વિદેશ મંત્રાલયની કમિશનર કચેરી પાસેથી આ બાબતની પરવાનગી મળશે. પ્રાઈવેટ, સામાજિક મીટિંગ અને વીડિયો કૉન્ફરન્સ માટે પણ અનુમતી લેવી પડશે.

હોંગકોંગની લિબરલ પાર્ટીના નેતા ફેલિક્સ ચુંગ ક્વોક-પેને કહ્યુ છે કે ચીની વિદેશ મંત્રાલયે તેમને જણાવ્યુ કે અમેરિકી વાણિજ્ય દૂતાવાસના જનરલને દ્વીપના રાજકીય દળના સભ્યો સાથે મુલાકાત કર્યા પહેલા તેમને માહિતગાર કરવા પડશે.

અગાઉ અમેરિકાએ ૩ સપ્ટેમ્બરે જાહેરાત કરી હતી કે જે પણ ચીની રાજદૂત અમેરિકાની મુસાફરીનુ આયોજન કરશે તેમને પરવાનગી લેવી પડશે. તેમણે માત્ર સ્થાનિક સરકારી કર્મચારીઓને મળવા અથવા યુનિવર્સિટી પરિસરમાં જવાની પરવાનગી હશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here